Gujarat

ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મકક આદેશો જારી કરાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી તથા એચ.એસ.સી.((સા.પ્ર.વિ.પ્ર)ની જાહેર પરીક્ષા લેવાનાર હોય, આ પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઇપણ જાતના ભય વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષામાં ચોરીને ડામી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે એસ.એસ.સી.ની પરીક્ષા માટેના પરીક્ષા કેન્દ્રો – બિલ્ડીંગોના વિસ્તારમાં તા.૧૪/૦૩/૨૦૨૩થી તા.૨૮/૦૩/૨૦૨૩ ના રોજ સવારના ૯ કલાકથી બપોરના ૨ કલાક સુધી,એચ.એસ.સી.(સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા માટેના પરીક્ષા કેન્દ્રો-બિલ્ડીંગોના વિસ્તારમાં તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી બે સેશનમાં સવારના ૯-૩૦ થી ૭ કલાક સુધી અને એચ.એસ.સી.(વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા માટેના પરીક્ષા કેન્દ્રો-બિલ્ડીંગોના વિસ્તારમાં તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૫/૦૩/૨૦૨૩ના બપોરના ૨ થી સાંજના ૭-૩૦ કલાક સુધી પરીક્ષા પ્રક્રિયા દરમિયાન અધિક જિલ્લા કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં. સરઘસો કાઢવા નહીં તેમજ સુત્રો પોકારવા નહીં, પરીક્ષા કેન્દ્રની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ/મશીન ધારકોએ તેઓના કોપીઇંગ મશીન ચલાવવા નહીં કે કોઇ પણ પત્રો, કાગળો કે પરીક્ષાલક્ષી સાહિત્યની નકલો કરવી નહીં, પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ પોલીસ કર્મચારીઓએ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશીકા(ફી રસીદ) હોય તે ચકાસણીને જ માત્ર પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે, પરીક્ષામાં રોકાયેલ કેન્દ્રના સંચાલકશ્રીઓ, શિક્ષકો, સંચાલકોશ્રીઓ, બિલ્ડીંગ કંડક્ટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે. તે વોટરમેન, બેલમેન કે જેઓ બોર્ડ શિક્ષ્ણખાતાના સક્ષમ સત્તાધિકારી દ્વારા ઓળખપત્ર આપવામાં આવ્યા છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓએ પ્રશ્નપત્રોને લગત કે પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ પણ વસ્તુ અથવા ઇલેકટ્રોનીક આઇટમ જેવી કે મોબાઇલ ફોન, સ્માર્ટ ફોન, ટેબલેટ, આઇપેડ, ફુલપેડ, આઇફોન, પેજર, કેલ્ક્યુલેટર વગેરે, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, કાપલી, ઝેરોક્ષ, માઇક્રો ઝેરોક્ષની નકલો પરીક્ષા સ્થળમાં લઇ જવા નહી કે તેનું વહન કરવું નહીં કે કરવા મદદગારી કરવી નહીં. તેમજ તેવી કોઇ પણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહીં, પરંતુ બોર્ડ દ્વારા અપાયેલ સૂચના મુજબ પરીક્ષા કાર્યના ઉપયોગ હેતુસર ફક્ત કેન્દ્ર સંચાલકશ્રી અને રૂટ સુપરવાઇઝર આ બે કર્મચારીઓ પોતાની પાસે ફોન રાખી શકશે, ફક્ત એચ.એસ.સી.(સા.પ્ર./વિ.પ્ર.)ના વિદ્યાર્થીઓને સાદુ કેલ્ક્યુલેટર સાથે લઇ જવાની છુટ રહેશે, પરીક્ષાર્થી અને પરીક્ષા સંબંધીત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઇ બિન અધિકૃત વ્યક્તિઓએ ઉપરોક્ત પ્રતિબંધીત વિસ્તારમાં દાખલ થવું નહીં. તેમજ કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઇ પણ ઇસમે અડચણ કે અવરોધ કરવો કે કરાવવો નહીં. કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થીઓના શાંતી અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાન ભંગ થાય તેવુ કૃત્ય કરવું/કરાવવું નહીં, પરીક્ષા ખંડમાં શાંતી પૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઇ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને/કરાવીને/કરવામાં મદદગારી કરીને અથવા ચોરી ગણાય તેવા કોઇ સાહિત્યની આપલે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહીં.

પોતાના અંગત ઉપયોગ માટે કોપીંઇંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને, ફરજની રૂએ જે કર્મચારીને મુક્તિ આપવામાં આવી હોય તેવી વ્યક્તિઓને એકત્રિત થવાની જોગવાઇ લાગું પડશે નહીં.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુન્હો સાબિત થયે એક માસની સાદી કેદ અથવા રૂા.૨૦૦નો દંડ અથવા બન્ને સજા થઇ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *