Gujarat

તા.12 માર્ચના રોજ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી જામનગર ખાતેથી 151 બસોનું લોકાર્પણ કરશે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીઓશ્રી રાઘવજીભાઈ પટેલ અને શ્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે

આગામી તા.12 માર્ચને રવિવારના રોજ ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે છે. પ્રદર્શન
ગ્રાઉન્ડ ખાતેથી તેમના વરદ હસ્તે 151 નવીન બસોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રીઓશ્રી
રાઘવજીભાઈ પટેલ, શ્રી મૂળુભાઈ બેરા, સાંસદશ્રી પૂનમબેન માડમ, જામનગર(ઉત્તર)ના ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા,
જામનગર(દક્ષિણ)ના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *