માનવ શરીરમાં પાણીને તેમજ લોહીને ફિલ્ટર કરી તેમાંથી નકામો તત્વોને યુરીન મારફત બહાર મોકલતું અવયવ એટલે કિડની, શરીરમાં ફિલ્ટર તરીકે કામ કરતા કિડનીનો ઉત્સવ એટલે વર્લ્ડ કિડની ડે આજે વિશ્વ કિડની દિવસ છે. ત્યારે જેતપુરની સરકારી હોસ્પીટલમાં આવેલ ડાયાલીસીસ કેન્દ્ર ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં પ્રસંગે રાજકોટ આર.ડી.સી. બેંકના ડિરેક્ટર લલિત રાદડિયા તેમજ જેતપુર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી ઉપસ્થિત રહ્યા હતા લલિત રાદડિયા દ્વારા કેપ કાપી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા
જેતપુર શહેર તેમજ પંથકમાં એક અથવા બે કિડની ફેઈલ થયેલ દર્દીઓને ડાયાલીસીસ માટે બહાર જવું પડતું અને તે ગરીબ દર્દીઓને આર્થિક તેમજ શારીરિક રીતે પરવડતું પણ ન હતું. જેથી જેતપુરમાં ડાયાલીસીસ કેન્દ્રની ભારે માંગને લીધે સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં જેતપુરની સરકારી હોસ્પીટલ ખાતે ડાયાલીસીસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં છ મશીનો ડાયાલીસીસ માટે મુકવામાં આવ્યા હતા પરંતુ દર્દીઓનો વધારો થતાં હવે નવ મશીનો રાખવામાં આવ્યા છે. ડાયાલીસીસ કરાવતા દર્દીઓને દર મહિને શરીરના જુદાજુદા રિપોર્ટ કરાવવા પડે છે. અને આ રિપોર્ટ ભારે ખર્ચાળ હોય છે પરંતુ જેતપુરના ડાયાલીસીસ કેન્દ્ર ખાતે આ રિપોર્ટ સાવ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. જેને કારણે દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે અહીં 500 થી 550 જેટલા દર્દીઓની ડાયાલીસીસ કરવામાં આવે છે અને આટલા દર્દીઓને કોઈ અગવડતા ન પડે તે માટે ડાયાલીસીસ કેન્દ્ર ખાતે દિવસમાં ત્રણ શિફ્ટ રાખવામાં આવી છે. અને ત્રણેય શિફ્ટમાં દર્દીઓને ચા-નાસ્તો પણ નિઃશુલ્ક આપવામાં આવે છે.


