Gujarat

આર.સી.મીશન સ્કૂલ બોચાસણ ખાતે પોકસો એક્ટ અને પર્યાવરણ પર કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
સગીર વયના બાળકો સાથે ઘટતી જાતીય શોષણની ઘટનાઓ સામે તેઓને રક્ષણ પૂરું પાડતો ‘પોકસો’ એક્ટ-2012 અને ક્લાઈમેટ ચેન્જની સમજ વિદ્યાર્થીઓમાં પ્રસરે તે હેતુથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.10 માર્ચના રોજ બોચાસણ ખાતે આવેલ આર.સી.મિશન શાળામાં પોકસો એક્ટ-2012 અને પર્યાવરણ અંગે જાગૃતિ પ્રસરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા 75 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. દોઢ કલાકના આ કાર્યક્રમમાં પોકસો કાયદાનો હેતુ, ક્યારથી અમલમાં આવ્યો ? કઈ કલમ કેવા કિસ્સામાં લાગુ પડે છે ? સજાનું પ્રાવધાન શું છે ? પર્યાવરણ એટલે શું ? પર્યાવરણ પર હાલ કેવા કેવા જોખમો ઉભા થઈ રહ્યા છે ? પર્યાવરણના રક્ષણ માટે આપણે કેવા પગલાં ભરી શકીએ જેવી અનેક પ્રકારની માહિતી આશાદીપના સ્ટાફ દ્વારા પીરસવામાં આવી હતી. અંતે શાળા પરિવાર તરફથી આશાદીપનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

IMG-20230310-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *