Gujarat

સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ ખાતે થેલેસેમિયા નિદાન કેમ્પનું આયોજન કરાયુ.

મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ તેમજ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સંયુકત ઉપક્રમે  આચાર્ય, ડૉ. અમિતકુમાર પરમારની પ્રેરણાથી કોલેજના તમામ વિધાર્થીઓનો થેલેસેમિયા અંગેનો રિપોર્ટ કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં કોલેજના વિનયન અને વાણિજ્ય શાખાના તમામ ૧૦૦૦   થી પણ વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા અંગેનો રિપોર્ટ કરવામાં આવેલ. કોલેજના ઉપાચાર્ય પ્રા. વૈશાલી મકવાણા અને સમગ્ર કોલેજના સ્ટાફ દ્વારા તેમજ  ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદના પ્રોગ્રામ મેનેજર નીલેશભાઈ ભારતીય અને તેમની સમગ્ર ટીમ દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગેની તપાસ પરત્વે માર્ગદર્શિત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન અને સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. પરેશકુમાર એચ. પટેલ દ્વારા કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *