Delhi

શુભમન ગિલની સદી! ટીકાકારોની બોલતી બંધ કરી દીધી, શુભમને કાંગારુઓને દોડાવ્યા

નવીદિલ્હી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં અમદાવાદ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં આજે યુવા ઓપનર શુભમન ગિલે સદી ફટકારી હતી. લોકેશ રાહુલના સ્થાને ટીમમાં સ્થાન મળ્યા બાદ તે ધાર્યા અનુસાર પરફોર્મ નહોતો કરી શક્યો જેના કારણે ટીકાકારોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો પણ આજે તેણે ફરીથી શાનદાર ફોર્મ બતાવીને વિવેચકોની બોલતી બંધ કરી દીધી હતી. આ મેચમાં કાંગારૂ કેપ્ટન સ્ટીવ સ્મિથ ટોસ જીત્યો હતો અને તેણે પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ત્યાર બાદ ઓસી. ટીમે શાનદાર બેટિંગ કરી હતી અને ટીમનો સ્કોર ૪૫૦ થી ઉપર પહોંચાડી દીધો હતો. ઉસમાન ખ્વાજાએ સદી ફટકારી હતી અને સાથે તેણે કેમરૂન ગ્રીનનો સાથ મળ્યો હતો. બંનેએ અનુક્રમે ૧૮૦ અને ૧૧૪ રન ફટકાર્યા હતા. બંનેની સદીથી ભારત બેકફૂટ પર ધકેલાઇ ગયું હતું પરંતુ બીજી ઇનિંગમાં ભારત બેટિંગમાં આવ્યું તો શુભમને ફરીથી ડ્રાઇવિંગ સીટ પર ટીમને બેસાડી દીધી હતી. આ સદીના કારણે ગિલ હવે ટેસ્ટ ટીમમાં કાયમી ઓપનર બની જાય તો નવાઈ નહીં. કારણ કે લોકેશ રાહુલ ઘણા સમયથી સારું પ્રદર્શન કરી શક્યો નથી અને ઓપનિંગ કરવા માટે ટીમ પાસે ઘણા વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ સદી બાદ વિરાટ કોહલીએ તેને ખૂબ ચીયર કર્યો હતો અને તેનું રીએક્શન વાયરલ થયું હતું. જાે કે તે ખેલાડીઑને મેદાન પર અને મેદાનની બહાર ખૂબ સપોર્ટ કરતો હોય છે. ઓસ્ટ્રેલિયાના સલામી બેટ્‌સમેન ઉસ્માન ખ્વાજા એ અમદાવાદ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતા તમામ લોકોને પોતાના ફેન્સ બનાવી દીધા છે. ૩૬ વર્ષીય સલામી બેટ્‌સમેન એ ઇનિંગની શરૂઆત કરતા ૧૮૦ રનની શાનદાર શતકીય ઇનિંગ રમી હતી. આ સાથે જ તે ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ તેમની જ જમીન પર ઇનિંગની શરૂઆત કરી સર્વાધિક રન બનાવનાર બીજાે ઓસ્ટ્રેલિયન સલામી બેટ્‌સમેન બની ગયો છે. તેણે પોતાની આ ઉમદા ઇનિંગમાં કુલ ૪૨૨ બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેના બેટથી ૨૧ ચોગ્ગા નીકળ્યા હતા.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *