સુરત
સુરતમાં વધુ એક ગર્ભવતી મહિલાની ડિલિવરી ૧૦૮ દ્વારા તેના કર્મચારી દ્વારા કરવામાં આવી છે. ૧૦૮ની ટીમે ઘરમાં જ સફળ ડિલિવરી કરાવી હતી. મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જવા માટે ૧૦૮ને જાણ કરી હતી. આ દરમ્યાન ૧૦૮ની ટીમે ઘટના સ્થળે પહોચી તપાસ કરતા મહિલાને હોસ્પિટલ સુધી લઇ જવું શક્ય ન હતું. જેને લઇ ઘરે જ ૧૦૮ કર્મી દ્વારા સફળ ડિલિવરી કરાવી હતી. જ્યાં મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.


