Gujarat

ભરૂચ પાલિકાની કડક કાર્યવાહી, ૫ પાણીના જાેડાણ કાપ્યા, ૨૩ કોમર્શિયલ મિલકતોને સીલ કરી

ભરૂચ
નાણાંકીય વર્ષને પુરું થવાને માંડ ૧૮ દિવસો બાકી છે ત્યાં ભરૂચ પાલિકા બાકી મિલકત વેરા ધારકો સામે વધુ કડક બની રહી છે. શહેરના તમામ ૧૧ વોર્ડમાં બાકીદારો પાસેથી વસુલાત માટે ટીમો બનાવાય છે. સ્થળ ઉપર કે કચેરીમાં વેરો નહી ભરતા બાકીદાર મિલકત ધારકો સામે સિલિગની કાર્યવાહી પણ સખ્ત કરાઈ છે. શનિવારે પાલિકાની ટીમોએ એક જ દિવસમાં બાકી વેરા વસુલાત માટે પાંચ પાણીના જાેડાણ કાપી નાખ્યા હતા. તો વર્ષોથી વેરો નહીં ભરતા ૨૩ કોમર્શિયલ મિલકતોને સીલ મારી દેવામાં આવી હતી. નળ જાેડાણો કટ કે મિલકત સિલિંગથી બચવા બકીદારોને તાત્કાલીક અસરથી વેરો ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે.

Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *