અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહીલ સાહેબના માર્ગદર્શન તેમજ ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે. એમ. કડછાનાઓની રાહબરી હેઠળ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ શ્રીમતી સ્નેહલબેન નરેન્દ્રભાઇ અભાણી રહે.ખાંભા જી.અમરેલી વાળી અત્રે ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે આવેલ અને જણાવેલ હોય કે, નાગનાથ મંદિર પાસે અમો ઇકો ગાડીમાથી ઉતરેલ હોય જેમાં અમારી બેગ ભુલાઇ ગયેલ હોય જેમા મારા કપડા તથા જરૂરી ડોકયુમેન્ટ હોય, જે અંગે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ના સ્ટાફ દ્વારા સેન્ટર પોઇન્ટ તથા નાગનાથ મંદિર પાસેના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા જે ઇકો ગાડીને ટ્રેસ કરતા જેના આર.ટી.ઓ.રજી. નંબર GJ03ER5830 જોવા મળતા ગાડીના નંબર આધારે આર.ટી.ઓ. ડીટેઇલ મેળવી ગાડીના વાહન માલીક માલાભાઇ દાનાભાઇ બથવર રહે.અમરેલી વાળાનો સંપર્ક કરી ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે બોલાવેલ બાદ તેઓએ જણાવેલ કે, તેઓ ઢસાથી અમરેલી ખાતે પોતાની ઇકો ગાડી લઇને આવતા હોય ત્યારે ઢસાથી ઉપરોકત બહેનને મારી ઇકો ગાડીમા બેસાડી અમરેલી નાગનાથ મંદીર પાસે ઉતારેલ હતા. ત્યારે તે પોતાની બેગ ઇકોગાડીમા ભુલી ગયેલ હોય તે બેગમાં તેઓના કપડા,ડોકયુમેન્ટ જેવા કે, એ.ટી.એમ.કાર્ડ તથા આધારકાર્ડ વિગેરે હોય, તે બેગની શોધખોળ કરતા હતા ત્યાર બાદ મુળ માલીકના જણાવ્યા મુજબની ડોકયુમેન્ટ વાળી બેગ તેઓને બતાવતા આ બેગ તેઓની હોવાનું જણાવેલ હોય, જે બેગ મુળ માલીકને સહી સલામત સોપી આપેલ છે.
આમ ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલીક અસરકારક
કામગીરી કરી ઇકોગાડીમા ભુલાઇ ગયેલી બેગ અરજદારને જરૂરી ડોકયુમેન્ટ સાથેની બેગ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી પરત અપાવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


