National

ગુવાહાટીમાં જીછૈં૨૦ની બેઠક યોજાઇ, ‘બ્લૂ ઇકોનોમી’ અને ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ પર ચર્ચા થઇ

ગુવાહાટી
સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન (જીછૈં૨૦ )ના વરિષ્ઠ અધિકારીઓની પહેલી બેઠક સોમવારે ગુવાહાટીમાં શરૂ થઇ હતી. કાર્યક્રમ દરમિયાન ‘બ્લૂ ઇકોનોમી’ અને ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ય્૨૦ના સભ્ય દેશો, અતિથિ દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ જીછૈં૨૦ની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં ઓસ્ટ્રેલિયા, ચીન, કિર્ગિસ્તાન, બ્રાઝીલ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઓમાન, કોરિયા, રશિયા, સાઉદી અરબ, તુર્કિએ અને સંયુક્ત અરબ અમીરાતના સર્વોચ્ચ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનના સભ્યો વ્યક્તિગત રીતે કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન સભ્યોએ વિવિધ અનુભવો શેર કર્યા હતા.

ભારતના નિયંત્રક અને કેગ ગિરિશ ચંદ્ર મુર્મૂએ આ બેઠકમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સીએજીએ કહ્યું કે જીછૈં૨૦ના વરિષ્ઠ અધિકારીઓની આ બેઠક સર્વસમાવેશક વિકાસ અને સૌના કલ્યાણ માટે ય્૨૦ સભ્ય દેશોના વૈશ્વિક સહયોગ અને સામુહિક પ્રયાસોનું પ્રતીક છે.

આ દરમિયાન ગિરીશ ચંદ્ર મુર્મૂના હસ્તે આઝાદીનો અમૃત મહોત્સવ પર એક ફોટો પ્રદર્શનનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. જીછૈં૨૦ની બેઠક ૧૫ માર્ચના સમાપ્ત થશે. જીછૈં૨૦ એન્ગેજમેન્ટ ગ્રુપ સાર્વજનિક ક્ષેત્રના ઓડિટ ઇકોસિસ્ટમમાં નીતિગત સંવાદ અને સર્વોત્તમ કાર્યપ્રણાલીઓની ઓળખ કરે છે. ૨૦૨૨ માં ઇન્ડોનેશિયાના ય્૨૦ પ્રમુખપદ દરમિયાન જીછૈં૨૦ એન્ગેજમેન્ટ જૂથની સ્થાપના કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *