માંગરોળ તાલુકા શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી ઓ સાથે સર્વ હોદેદારો,શક્તિ કેન્દ્રના સંયોજક, કારોબારી સભ્યો, શહેરનગર પાલિકા સભ્ય તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય, માંગરોળ તાલુકા ભાજપના મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, IT સેલ ના સર્વ હોદ્દેદારોની હાજરી સાથે બુથ સશક્તિકરણ અભિયાનની બેઠક જિલ્લાભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને લેવામા આવી જેમા રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી વેલજીભાઈ મસાણી શહેર તાલુકા મંડલ પ્રભારી ભરતભાઈ ચારીયા, ચંદુભાઈ મકવાણા નગરપાલિકા પુર્વ ઉપ પ્રમુખ મનોજ ભાઈ વિઠલાણી, શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપ આગેવાન દાનભાઈ ખાંભલા સહિત ભાજપના વિગેરે હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી કિરીટ ભાઈ એ બુથ સશક્તિકરણ માટે ખાસ કરીને આ બીજી વખત મીટીંગ બોલાવી શક્તિ કેન્દ્ર થી લઇ છેટ પેઇજ સમિતિ સુધી નુ સ્થાપના કરી બુથ કેમ મજબૂત થાય અને તેની અગત્યતા સમજાવી સુસારું સંગઠન માટે સરલ એપ ડાઉનલોડ કરી પોતાના ફોર્મ ભરવાની પણ સમજ આપવામાં આવી… અને સાથે લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ માં લાગી જવા આહવાન કરેલ, આગામી તારીખ મા આપણા દેશના ગૃહ પ્રધાન શ્રી અમિત શાહ જુનાગઢ જિલ્લામાં આવતા હોય તેમને સન્માનવા તમામ કાર્યકર્તાઓ એ હાજર રહેવા આમંત્રણ પણ આપવામાં આવેલ,,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


