Gujarat

અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૫૯૫/૨૦૨૨, પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઇ)૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબના ગુનાનો આરોપી છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજરોજ તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ બગસરા, બાયપાસ રોડ, કળશ સર્કલ પાસેથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

કપીલ મજબુતભાઈ જેબલીયા, ઉં.વ.૨૪, રહે.બગસરા, સોની બજાર, અપાસરા શેરી, તા.બગસરા, જિ.અમરેલી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, આદિત્યભાઈ બાબરીયા, તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, તુષારભાઈ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20230314-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *