અમરેલી શહેરમાંથી એક પરપ્રાંતીય ઇસમને દેશી તમંચા (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇમસોને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં ગંભિર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અન્વયે ગેરકાયેદસર હથિયાર ધરાવતા ઇસમો ઉપર વોચ રાખી, આવા આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ આજ રોજ તા.૧૪/૦૩/૨૦૧૩ નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે અમરેલી, લાઠી રોડ, ફાટક પાસે રહેતા એક પરપ્રાંતીય ઇસમને દેશી હાથબનાવટના તમંચા (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડેલ છે.
→ પકડાયેલ આરોપીની વિગતઃ-
પરશુ મોહનભાઇ માવી, ઉ.વ.૨૭, રહે.અમરેલી, લાઠી રોડ ફાટક, કંકુ ગોડાઉન પાસે આવેલ ઝુંપડામાં, તા.જિ. અમરેલી, મુળ રહે.બોરકુંડીયા, ધોડા મંડન ફળીયુ, તા.ભાભરા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
પકડાયેલ મુદ્દામાલઃ-
એક દેશી હાથબનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર) કિં.રૂ.૧,૦૦૦/-
અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ. એમ. પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ. બી. ગોહિલ, તથા પો.સ.ઇ.શ્રી એમ. ડી. સરવૈયા, તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, આદિત્યભાઇ બાબરીયા તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.



