Gujarat

યાત્રાધામ અંબાજી માતાજીને રાજભોગમાં મોહનથાળ ધરાયા પછી યાત્રિકોને વિતરણની કરી શુભ શરૂઆત

*મોહનથાળ નો પ્રસાદ સ્વર્ણ થાળમાં માતાજીને ભોગ લગાવવામાં આવ્યો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે જૂની પરંપરા રીતે મોહનથાળ નો પ્રસાદ બનાવવામાં આવ્યો અને પ્રથમ માઁ અંબાને ભોગ લગાવવામાં આવીયો. અંબાજી મંદિર ખાતે ભટ્ટજી મહારાજ  દ્વારા માતાજીને ધરાવવામાં આવ્યો રાજભોગમાં મોહનથાળ નો પ્રસાદ. માતાજીને સોનાના થાળમાં ચડાવવામાં આવ્યો મોહનથાળ નો રાજભોગ પ્રસાદ ફરી અંબાજીમાં આજથી મોહનથાળ પ્રસાદી મળવાની શરૂ થઈ મોહનથાળ પ્રસાદ લેવા માટે યાત્રિકોની લાગી ભીડ મોહનથાળ નો પ્રસાદ પ્રાપ્ત કરતા યાત્રિકોમાં ખુશીની લાગણી છવાઈ
# *રાજવી પરિવાર અને અંબાજી ગામ જનો દ્વારા મોહનથાળનો પ્રસાદ પરત શરૂ થતા મંદિરનાં શિખરે   ધ્વજા અર્પણ કરી* #
ભટ્ટજી મહારાજની ગાદી પરથી વિતરણ શરૂ કરાયું હતું દાંતાનાં રાજવી પરિવાર દ્વારા મોહનથાળને લઇ અંબાજી મંદિર પહોંચ્યા હતા માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. અને ત્યારબાદ રાજવી પરિવાર અંબાજી ગામ જનો સાથે અંબાજી મંદિરના શિખરે ધજા અર્પણ કરવામાં આવી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Screenshot_2023_0315_194915.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *