ગીરગઢડાના
અંબાડા ગામમાં રહેતો યુવાન સાથે અગાઉ મનદુઃખના કારણે જે તે વખતે સમાધાન થઇ ગયેલ હોય જેથી નાસ્તો કરાવાનું કહી અન્ય
શખ્સને બોલાવી યુવાનને લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પીટલે
ખસેડવામાં આવેલ આ બાબતે યુવાનએ બે શખ્સો સામે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.
ગીરગઢડાના અંબાડા ગામે રહેતા બીજલભાઇ ભીમાભાઇ બલદાણીયા તેમજ નાનજીભાઇ મેઘાભાઇ સાખટ બન્ને ગામમાં આવેલ
મંદિરના ઓટા પર બેઠા હતા. ત્યારે પ્રવિણ બાબુ છેલાણા આવેલ અને કહેલ કે આપણા અગાઉ મનદુઃખ જે તે વખતે સમાધાન થઇ
ગયેલ પરંતુ તે મને ક્યારેય નાસ્તો કરાવેલ નથી. આજે તુ મને ધોકડવા ગામે નાસ્તો કરાવ જેથી આપણે બન્નેને કાયમી માટે સમાધાન
થઇ જાય જેથી ધોરડવાથી નાસ્તો લઇ અંબાડા ગામે જવાના રસ્તે ખાભડા પ્લોટ પાસે બાપાસીતારામ ચોકડીએ આવી ઓટાપર
નાસ્તો કરતા હતા. ત્યારે પ્રવિણે તેના કુંટુંબીકભાઇ હિતેષ વાઘા છેલાણાને ફોન કરી નાસ્તો કરવા બોલાવતા ત્યા આવેલ અને કહેલ કે
આને કેમ નાસ્તો કરાવો છો તેમ કહી ગાળો કાઢી હતી. અને ગાળો બોલવાની ના પાડતા તેની પાસે રહેલો લોખંડના પાઇપ વડે
બીજલભાઇને માથાના ભાગે મારમારી ફેક્ચર કરી દીધેલ છે. આમ બન્ને શખ્સોએ મારમારી નાશી છુટ્યા હતા. યુવાનને ગંભીર ઇજા
થતા ઉના ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ બાબતે બીજલભાઇ બલદાણીયાએ ગીરગઢડા પોલીસમાં
પ્રવિણ બાબુ છેલાણા અને હિતેષ વાઘા છેલાણા બન્ને વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે શખ્સોને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી
હાથ ધરેલ છે.
