Gujarat

ગુજરાત રાજ્ય મા ૧૦૮ ઈમરજન્સી સેવા હવે ૧૦૮ એપ્લિકેશન દ્વારા પણ મેળવવામાં આવશે.

મકસુદ કારીગર,કઠલાલ
 કોઈ પણ કોલ કર્યા સિવાય ૧૦૮ એપ્લિકેશન દ્વારા ૧૦૮ ઈમરજન્સી સેવા નો લાભ લઇ શકાશે. તેમજ આ એપ્લિકેશન ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ૩ ભાષા માં ઉપલબ્ધ છે. ૧૦૮ એપ્લિકેશન દ્વારા સચોટ માહિતી મળી રહસે જેથી ત્વરિત ગોલ્ડન સમય મા જ લોકો સુધી આં સેવા મળી રહેશે.
ખેડા જિલ્લા માં  હલધરવાસ 108 એમ્બ્યુલન્સ પર  હાજર સ્ટાફ ઈ એમ ટી કેશરી ભાઈ અને સંજય ભાઈ તથા પાયલોટ દેવાંશુ ભાઈ અને મહેન્દ્ર ભાઈ દ્વારા કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર  ખલાલ હલધરવાસ ચોકડી ખાતે પોલિસ ટ્રેનિંગ  લઇ રહેલ મહીલાઓ ને તથા અધિકારી ગણ ને EMRI Green health services દ્વારા ચાલતી  ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ની એપ્લિકેશન ની ખૂબજ સરસ રીતે  સંપૂર્ણ માહિતી સમજણ આપી અને હાજર સ્ટાફ ના મોબાઈલ માં ૪૦૦  જેટલી 108 એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. તેમજ ખેડા જિલ્લા ના અલગ અલગ પોઈન્ટ પર હાજર રહેલ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા  ટોટલ ૧૦૦૦ થી વધારે લોકો ના એન્ડ્રોઇડ ફોન મા આં એપ્લિકેશન ને ડાઉનલોડ કરાવવામાં આવી છે.

IMG-20230318-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *