નવીદિલ્હી
ભારતમાં ઇરાનના રાજદુત ઇલાહીએ કહ્યું છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતનું પાલન કરી રહ્યું છે અને રશિયાની સ્થિતિનો ભારતને લાભ મળી રહ્યો છે. આ કડીમાં ભારતને કોઇ દોષ આપી શકાય નહીં. તેમણે કહ્યું કે અમે શિખ્યું છે કે સેકશન એટલે કે પ્રતિબંધોનો કેવી રીતે સામનો કરી શકાય.ફકત તેલના નિર્યાતમાં જ નહીં પરંતુ પૈસાનું હસ્તાતરણમાં પણ ઇરાની રાજદુતે આગળ કહ્યું કે ઇરાન એક તેલ ઉત્પાદક દેશ છે. આથી તેલ અમારી અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે.ઇરાન પર ગત અનેક વર્ષોથી અનેક દેશો દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે આમ છતાં અમે તેલ ઉત્પાદોને વેચવા માટેની પધ્ધતિ શોધી છે. ઇરાની રાજદુતે આ મામલામાં આગળ કહ્યું કે અમે ભારતને હંમેશાથી તેલ નિર્યાત કરવાને લઇ તત્પર છીએ પરંતુ આ પુરી રીતે ભારત પર નિર્ભર કરી રહ્યું છે કારણ કે પ્રતિબંધ લગાવવામાં આવેલ દેશોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે આવામાં તમામ દેશોએ એ શિખવું જોઇએ કે પ્રતિબંધો હેઠળ કેવી રીતે રહી શકાય અને નવી પધ્ધતિથી તેલ ઉત્પાદોના નિર્યાત કરવામાં આવે નહીંતર તે પોતાનો સર ગુમાવી દેશે.તેમણે કહ્યું કે ઇરાન અને સાઉદી આરબ બંન્ને ઇસ્લામી દુનિયાના બે સ્તંભ છે અને એશિયાના પશ્ચિમમાં બે શક્તિઓ છે. ઇરાની રાજદુતે કહ્યું હતું કે ઇરાન અને ભારત બંન્ને નેચુરલ પાર્ટનરક છે ભારત અને ઇરાનના સંબંધોને લઇ રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં રાજદુતે ભારતને લઇ કહ્યું કે ઇરાન ગણરાજય માટે ભારતનું વિશેષ મહત્વ છે.ગત દિવસોમાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે થયેલ મુલાકાત આ વાતનું પ્રમાણ છે.ઇરાજ ઇલાહીએ વધુમાં કહ્યું કે ભારત અને ઇરાનની વચ્ચે ઉર્જાનો વ્યાપાર એક મહત્વપૂર્ણ ક્ષેત્ર રહ્યું છે.ભારત અને ઇરાનના સહયોગનું ઉદાહરણ છે કનેકિટવિટી.આ સંદર્ભમાં ચાબહાર પોર્ટે એક સ્વર્ણ દ્વારના રૂપમાં જાેઇ શકાય છે કે જાે કે હિંદ મહાસાગરથી જાેડાયેલ દેશોને મધ્ય એશિયા સુધી જાેડી શકે છે.
