કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહે એપીએમસી – જૂનાગઢ ખાતે રીબીન કાપી ખેડૂતોની સવલતોમાં વધારા કરતા કિસાન ભવનને ખુલ્લુ મૂકી લોકાર્પિત કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીએ જનહિતના કાર્યોની તકતી અનાવરણ કર્યું હતું. સાથે જ દીપ જ્યોતિ પ્રજવલિત કરી કિસાન ભવનનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ પ્રાકૃતિક કૃષિ પેદાશોને નિદર્શિત કરતા સ્ટોલ્સનું નિરીક્ષણ કર્યું હતું.
આ તકે એપીએમસી- જૂનાગઢ અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટ પટેલ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, માર્કેટિંગ યાર્ડ તથા જેડીસીસી બેંકના ડાયરેક્ટરશ્રીઓ સહિતના મહાનુભાવે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીને આવકાર્યા હતા.


