( તાલુકા પોલીસે નદી ખૂંદી આરોપીને આથા અને દેશી દારૂ સાથે દબોચી લીધો )
ધ્રાંગધ્રા :
છેલ્લા કેટલાક સમયથી ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક ની પ્રોહીબીશન અને જુગારબન્ધી ની કડક નીતિનાં લીધે અનેક ગુનાઓ પકડાયા છે પણ ગામડાઓમાં દેશી દારૂની ભઠી કે આથો ઝડપી પાડવામાં એક અજીબો ગરીબ પ્રકારની મોડસ ઓપરેન્ડી થી દેશી દારૂ પાડતા આરોપીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.ધ્રાંગધ્રા તાલુકા પોલીસની સર્વેલન્સ ટિમ પેટ્રોલિંગમાં હતી તેં દરમિયાન હેડ કોન્સ્ટેબલ કલ્યાણભાઈ પરમાર, બિપીનભાઈ ડાભી અને ભરતભાઈ ને ખાનગી રાહે બાતમી સાંપડી કે બાવળી ગાજણવાવ વચ્ચે પસાર થાતી ફલકું નદીમાં પાણી વચ્ચે રહેલી જમીનમાં એક ઈસમ કોઈ પણ જાતની પાસ પરમીટ વગર દેશી દારૂ પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. બાતમી હકીકત મુજબ રેડ કરતા સ્થળ ઉપર દેશી દારૂનો આથો ભરેલ ચાર 200 લીટરના પીપ અને 50 લીટરના 5 નંગ કેરબા સાથે સિંધા સોમાભાઈ કુરિયાંને ઝડપી પાડ્યો હતો જો કે અવનવી મોડસ ઓપરેન્ડીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા આ ઈસમને પકડવા પોલીસ પણ ફિલ્મી બની હતી અને આરોપીને સહેજ પણ ગંધ ન આવે એ રીતે ચડી બનિયાન ધારણ કરી નદી વચ્ચે અનેક મુશ્કેલીઓ સહન કરી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. કાબિલેદાદ રીતે આરોપી સાથે રૂ 2440/- નો આથો તેમજ દેશી દારૂ ઝડપી પાડવા બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસની કામગીરીને અધિકારી તેમજ લોકોએ બિરદાવી હતી.
રીપોર્ટ : હિતેશ રાજપરા..
