કઠલાલ તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા રાજ્ય એસોસીએશન ને ટેકો આપવા બાબતે કઠલાલ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તા.૮/૧૦/૨૦૨૧ ના રોજ કઠલાલ તાલુકાના તમામ વ્યાજબી ભાવ ની દુકાન ના સંચાલકો ની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ એન્ડ કેરોસીન લાઈસન્સ હોલ્ડર એસોસીએશન એ જાહેર કરેલ કે જ્યાં સુધી ગુજરાત લેવલે વ્યાજબી ભાવ ની દુકાનદારોની માંગણી પુરી ના ત્યાં સુધી માહે.ઓક્ટોમ્બર ૨૦૨૧ નું જથ્થાનું વિતરણ કોઈ પણ દુકાનદારે કરવું નહીં આ આદેશ નું પાલન કરવા માટે ગુજરાત ફેર પ્રાઈઝ એન્ડ કેરોસીન લાઈસન્સ હોલ્ડર એસોસીએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે જે બાબતો ને લઈ કઠલાલ તાલુકાના તમામ વ્યાજબી ભાવ ના દુકાનદારો એ એસોસીએશન ને ટેકો જાહેર કર્યો હતો અને કઠલાલ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.


