Gujarat

194 ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરવામાં આવી

રોજગાર કચેરી જામનગર ખાતે “ અનુબંધમ” પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) ના માધ્યમથી તા: ૨૦/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર ભરતીમેળા નું આયોજન કરવામાં આવેલ હતું. આ ભરતી મેળામાં ૪૩૪ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૧૭ થી વધારે ખાનગી ક્ષેત્રના નોકરી દાતાએ હાજર રહી વિવિધ ૩૯૧ જગ્યા પર ઉમેદવારોના
ઈન્ટરવ્યું લઈને ૧૯૪ ઉમેદવારોની પસંદગી કરી હતી.
આ ભરતી મેળામાં રોજગાર કચેરી, જામનગરના મદદનીશ નિયામક(રોજગાર) સરોજબેન સાંડપા ,જુ.રોજગાર
અધિકારી ભારતીબેન ગોજીયા ,પ્લેસમેન્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ વાઢેર ,સી.ક્લાર્ક રવિભાઈ ડાંગર, યંગ પ્રોફેશનલ
ભાવના ગામીત , વીજી એક્સપર્ટ ધ્રુવરાજસિંહ જાડેજા તેમજ આઈ.ટી.આઈ જામનગરના એપ્રેન્ટીશ એડવાઈઝર
પ્રાપ્તિબેન માકડ, ચેતરીયાભાઈ તથા કે.જી.શર્મા હાજર રહ્યા હતા.
રોજગાર કચેરી દ્વારા “ અનુબંધમ” પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) ના માધ્યમથી
જોબફેર યોજવામાં આવે છે જેથી દરેક રોજગાર વાંછું ઉમેદવારોએ “ અનુબંધમ” પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા
રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *