સુરત
સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનનો ૮૫ મીટર ઊંચો કુલિંગ ટાવરને આજે એક્સપ્લોઝરની મદદથી તાસના પત્તાની જેમ પાંચ સેકન્ડમાં તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે ટાવરને આ રીતે ડિમોલેશન કરવા પાછળ વિશેષ ટીમ અને તૈયારી કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનથી ડિમોલિશન એક્સપર્ટ આનંદ શર્મા સુરત આવ્યા હતા. અને આ આખું એક્સપ્લોઝિવ બ્લાસ્ટ તેમના નેતૃત્વમાં થયું હતું. ત્યારે આનંદ શર્માએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વિશેષ ટેક્નોલોજીની મદદથી તોડી પાડવા માટે ટાવરના ૧૩૦૦ જગ્યા પર એક્સપ્લોઝિવ પ્લાન કરાયો હતો. સિક્વન્સમાં હોલ પાડી એક્સપ્લોઝિવ ફીટ કરાયો હતો પછી તેમને અલગ અલગ ટાઈમિંગે બ્લાસ્ટ કરાયો હતો. આ ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખીને બ્લાસ્ટ થતા આખો ટાવર ધીમે ધીમે સિક્વન્સમાં સીધો નીચે પડી ગયો હતો. આજે ઉત્રાણ પાવર સ્ટેશનનું ૩૦ વર્ષથી બનાવવામાં આવેલ ૮૫ મીટર ઊંચું મહાકાય કુલિંગ ટાવરને તાસના પત્તાની જેમ તૂટતું જાેયું હતું. પરંતુ આ ટાવર તાસ ના પત્તાની જેમ તોડવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. જુદી જુદી ખાસ ટીમો તૈયાર કરીને છેલ્લા ઘણા સમયથી તૈયારી કરવામાં આવતી હતી. ઉત્રાણ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરને એક જ ધડાકે તોડી પાડવા માટે અમદાવાદની કૈલાશ મેટલ કોર્પોરેશનને કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં તેમણે દેશના ડિમોલિશન એક્સપર્ટની મદદ લઈ આ ટાવરને આજે પાંચ સેકન્ડમાં જ જમીનદોસ્ત કરી નાખ્યું હતું.
