કોટન-ખાંડીના વાયદામાં રૂ.100ની નરમાઈઃ મેન્થા તેલમાં ઢીલાશઃ પ્રથમ સત્ર
સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,389 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10,406.72
કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.9 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,51,647 સોદાઓમાં કુલ રૂ.17,805.17 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,389.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10,406.72
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 63,566 સોદાઓમાં રૂ.4,658.01 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,563ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,756 અને નીચામાં રૂ.58,473ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.32 વધી રૂ.58,611ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.133 વધી રૂ.46,646
અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,750ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો
10 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.58,540ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.68,566ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.68,975 અને નીચામાં રૂ.68,513ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.385 વધી રૂ.68,779ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.355 વધી રૂ.68,780 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.355 વધી રૂ.68,800 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,603 સોદાઓમાં રૂ.1,335.06 કરોડના વેપાર થયા હતા.
તાંબુ માર્ચ વાયદો રૂ.763ના ભાવે ખૂલી, રૂ.3.70 વધી રૂ.767.65 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી
રૂ.203.05 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી
રૂ.255ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 વધી
રૂ.203.30 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.182.45 જસત-મિની માર્ચ વાયદો રૂ.0.15 વધી રૂ.254.90
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 42,687 સોદાઓમાં રૂ.1,385.65 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,745ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,775
અને નીચામાં રૂ.5,722ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.5,767 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.9 ઘટી રૂ.5,768 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.190ના ભાવે ખૂલી, રૂ.1.80 ઘટી રૂ.185.40 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.1 ઘટી 200.9 બોલાઈ
રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.10.43 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,320 અને નીચામાં
રૂ.61,100ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 ઘટી રૂ.61,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.40 ઘટી રૂ.985.90 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,847.78 કરોડનાં
4,851.055 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,810.23 કરોડનાં 263.071 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.503.36 કરોડનાં 8,75,340 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.882.29 કરોડનાં 4,56,52,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.149.92 કરોડનાં 7,383 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.36.03 કરોડનાં 1,971 ટન તાંબાના વાયદાઓમાં રૂ.844.60 કરોડનાં 11,058 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.304.51 કરોડનાં 11,974 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.41 કરોડનાં 720 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.6.02 કરોડનાં 60.48
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 23,306.812 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 687.426 ટન, તાંબાના વાયદાઓમાં 11,725 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 25,727 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,664 ટન તથા જસત અને જસત-મિનીમાં
23,607 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 11,50,120 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,51,23,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
12,864 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 371.88 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.9.30 કરોડનાં 117 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 548 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 15,875
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,939 અને નીચામાં 15,872 બોલાઈ, 67 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 29 પોઈન્ટ વધી
15,909 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10406.72 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3001.23 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.212.33 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4796.96 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2392.62 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.247.66 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.266.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.280.70 અને નીચામાં
રૂ.258.80ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.30 ઘટી રૂ.276 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.190
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.75 ખૂલી, ઉપરમાં રૂ.7.90 અને નીચામાં રૂ.5
રહી, અંતે રૂ.0.45 ઘટી રૂ.5.40 થયો હતો.
સોનું માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.109ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.110 અને નીચામાં રૂ.66ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10 ઘટી રૂ.91 થયો હતો,
જ્યારે સોનું-મિની માર્ચ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.276 ખૂલી, ઊપરમાં
રૂ.328 અને નીચામાં રૂ.215.50 રહી, અંતે રૂ.6.50 ઘટી રૂ.286 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,370.50ના ભાવે ખૂલી, રૂ.146
વધી રૂ.1,528.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,673ના ભાવે ખૂલી, રૂ.121.50 વધી રૂ.1,761.50 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.770 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.79 ઘટી રૂ.7.83 જસત માર્ચ રૂ.270 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.0.19 વધી રૂ.0.20 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.270.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.287.20 અને નીચામાં રૂ.256ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.6 ઘટી રૂ.261.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.60 ખૂલી, ઉપરમાં રૂ.10.75 અને નીચામાં રૂ.6.15 રહી, અંતે રૂ.1.30
વધી રૂ.10 થયો હતો.
સોનું માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.208ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.222.50 અને નીચામાં રૂ.139ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.50 ઘટી
રૂ.186.50 થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.240 ખૂલી, ઊપરમાં રૂ.255 અને નીચામાં રૂ.170 રહી, અંતે રૂ.19 ઘટી રૂ.233.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,668.50ના ભાવે ખૂલી, રૂ.222
ઘટી રૂ.1,608 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,613.50ના ભાવે ખૂલી, રૂ.182.50 ઘટી રૂ.1,518.50 થયો હતો. તાંબુ માર્ચ રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.09 વધી રૂ.0.92 થયો હતો.
