Maharashtra

મહારાષ્ટ્રમાં વાસી ખોરાક ખાવાથી ૮૦થી વધુૂ ગાય બીમાર,લગભગ ૪૨ ગાયોના મોત

મુંબઇ
વિધાનસભામાં ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું હતું કે કોલ્હાપુર જીલ્લાના કાણેરી મઠમાં એક ચોંકાવનારી ઘટના બની છે વાસી ભોજન ખાવાથી ૮૦થી વધુ ગાય બીમાર થઇ ગઇ અને લગભગ ૪૨ ગાયોના મોત થઇ ગયા છે.મારા વિધાનસભા વિસ્તાર ગોવંડીમાં ખુબ ક્રિમિનલ લોકો છે.અહીંની વસ્તી ફલોટિગ છે.અહીં જે આવે છે તે ઝુપડી બનાવી રહેવા લાગે છે.ગાય કચરો ખાઇ રહી છે આ વાતનુું અનેકવાર વિધાનસભામાં બોલી ચુકયો છું તેમણે વધુમાં કહ્યું કે જાે કોઇ દિવસે (ગોવંડીમાં) કોઇ ક્રિમિનલે ગાયને પકડી કાપી નાખી છે તો ખુબ હંગામો થઇ શકે છે જયારે મેં આ મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો ત્યારે કહ્યું હતું કે અમે ગાયને લાવીશું અને તેને પાળીશું પરંતુ આજ સુધી કોઇ આવ્યું નહીં. તેમને ફકત ગાયના નામથી પ્રેમ છે ગાયને ત્યાંથી લઇ જાય,પાળો સારૂ ભોજન ખવડાવો.મહારાષ્ટ્રમાં ગોમાતાની ખરાબ સ્થિતિ મુદ્દા પર આઝમીએ આગળ કહ્યું કે નેતા લોકો મોટા થઇ રહ્યાં છે અને ગાય પાતળી થઇ રહી છે જે ગાયનું નામ લે છે તે ગાયનું ધ્યાન રાખતા નથી ફકત ગાયના નામ પર રાજનીતિ થઇ રહી છે. આઝમીએ કહ્યું કે મને ગાયથી પ્રેમ છે તમે મને જગ્યા આપો હું ગાયને પાળીશ હું ગાયની સેવા કરવા તૈયાર છું ગાય આપણી માતા છે પરંતુ તેને છોડવામાં આવી રહી છે જાે તમે ગાયને માતા માનતા હોય તે ગાયની માતાની જેમ સારસંભાળ કરો ત્યારે હું સમજીશ કે ખરેખર ગાય તેમની માતા છે નહીંતર ફકત આ વાતો માત્ર ખોટા વચનો છે. એ યાદ રહે કે ગત મહીને કોલ્હાપુરના કાણેરી મઠમાં પંચમહાભૂત લોકાત્સવ દરમિયાન ગાયોના મોતનો મામલો સામે આવ્યો હતો.આરોપ છે કે વાસી ભોજન ખાવાથી આ ગાયોના મોત નિપજયા હતાં આ મામલાની તપાસ ચાલી રહી છે આ મામલા પર કાણેરી મઠનું કહેવુ હતું કે આ ઘટના ખુબ જ દુખદાયી છે અમે દિવસ રાત મહેનત કરી ગાયોનું સંરક્ષણ કરી રહ્યાં છે.કોઇએ જાણીજાેઇને આમ કર્યું નહીં હોય અજાણતામાં આ ઘટના થઇ હશે કાણેરી મઠ કોલ્હાપુરના સૌથી જુના મઠમાંથી એક છે અને આ અનેક એકરમાં ફેલાયેલ છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *