Gujarat

વિશ્વ ટીબી દિવસે મુસ્કાન ટ્રસ્ટ નાં બહેનોએ દર્દીઓને પ્રોટીન કીટ વહેંચી

(પૂર્વ  કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સહીત શહેર ભાજપ સંગઠનની વિશેષ ઉપસ્થિતિ)
(મુસ્કાન ટ્રસ્ટની મહિલાઓએ ગત વર્ષે જ 15 દર્દીઓને દત્તક લીધેલ)
ધ્રાંગધ્રા : (સિંધુ દિલસે)
આજે વિશ્વ ટીબી દિવસે ધ્રાંગધ્રા શહેરની મુસ્કાન ટ્રસ્ટ ની બહેનોએ એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા દ્વારા જણાવ્યું હતું કે સરકારની આરોગ્યલક્ષી કામગીરી કાબિલેદાદ છે તયારે નાગરિકની ઉત્તમ ફરજ રૂપે બીડી, સિગરેટ અને તમાકુ જેવા વ્યસનથી આપડે દૂર રહીને અન્યોને પણ ફરજ પાડી એવો સંકલ્પ લેવો જોઈએ. મુસ્કાન ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી પટેલ દ્વારા  જિલ્લામાં કૂલ 2865 દર્દીઓ છે જેમાં ધ્રાંગધ્રા ગ્રામ્ય અને શહેર માં થઈને કૂલ 494 દર્દીઓ છે હાલ સરકાર સાથે વિવિધ સંસ્થાઓ જોડાઈને દર્દીઓ ને 11 પ્રકારના પ્રોટીન વર્ધક ખોરાક સહીતની કિટ આપી સહભાગી બની રહ્યા છે જેમાં મુસ્કાન સંસ્થા ખૂબ સારી રીતે મદદરૂપ બની રહી છે અને દર્દીઓ ને દત્તક લઈને હૂંફ સાથે સાંત્વના આપી રહી છે. જિલ્લામાં નિશ્ચય પ્રોગ્રામ હેઠળ શક્તિ વર્ધક કઠોળ, દાડિયા, ગોળ, ચોખા અને દાલ સહીતની કાળજી વાળી કીટ અલગથી આપવામાં આવે છે. હાલ ધ્રાંગધ્રા સહીત સમગ્ર જિલ્લામાં  ટીબી ઉપર દશ ટકા વધુ કાબુ મેળવી શકાયો છે અને હવે જિલ્લામાં 95 ટકા ટીબી નાબુદ જોવા મળ્યો છે.આ તકે શહેર ભાજપ સંગઠન, શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા,પાલિકા પ્રમુખ કલ્પનાબેન, કારોબારી ગાયત્રીબા રાણા  સહિત સામાજિક કાર્યકરો ની હાજરી જોવા મળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મુસ્કાન ટ્રસ્ટનાં બહેનો અને ધ્રાંગધ્રા ટીબી શાખાનાં નીલદીપભાઈ ગોસ્વામીએ સુઆયોજિત વ્યવસ્થા સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *