ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના
33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં કુલ 41 સ્થળોએ એક સાથે અને એક જ સમયે હર ઘર ધ્યાન, હર ઘર યોગ કાર્યક્રમ
અંતર્ગત એક દિવસીય નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 26 માર્ચ રવિવારના રોજ સવારે
6 થી 8 ના કલાકે જામનગર મહાનગરપાલિકા ક્ષેત્રે હર ઘર ધ્યાન શિબિરનું આયોજન મહિલા કોલેજ કેમ્પસ, વિકાસ ગૃહ રોડ
ખાતે કરવામાં આવેલ છે જેમાં જામનગરની યોગ પ્રેમી સ્વાસ્થ્યસજગ, ધ્યાનમાં અભિરુચિ ધરાવનાર જનતાને શારીરિક
માનસિક તથા આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોર્ડીનેટર દ્વારા જાહેર આમંત્રણ
પાઠવાયું છે.
