ક્રૂડ તેલ રૂ.27 ડાઊનઃ કોટન-ખાંડીમાં ઢીલાશઃ મેન્થા તેલમાં સુધારાનો સંચારઃ પ્રથમ સત્ર
સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9,050 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 11,548.88 કરોડનું
ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,57,269 સોદાઓમાં કુલ રૂ.20,619.03 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,049.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 11548.88
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 75,736 સોદાઓમાં રૂ.5,879.95 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,231ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,360 અને નીચામાં રૂ.59,152ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.460 વધી રૂ.59,216ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.280
વધી રૂ.46,936 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.35 વધી રૂ.5,794ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની
એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.427 વધી રૂ.59,111ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,725ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.69,988 અને નીચામાં રૂ.69,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.374 વધી રૂ.69,683ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.392 વધી રૂ.69,652 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.382 વધી રૂ.69,670 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,722 સોદાઓમાં રૂ.1,950.44 કરોડના વેપાર થયા હતા.
તાંબુ માર્ચ વાયદો રૂ.773.30ના ભાવે ખૂલી, રૂ.0.75 ઘટી રૂ.771 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી
રૂ.202.80 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી
રૂ.253ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 વધી
રૂ.202.95 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.181.40 જસત-મિની માર્ચ વાયદો રૂ.1.15 ઘટી રૂ.253.50 બોલાઈ
રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,864 સોદાઓમાં રૂ.1,194.19 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,804ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,844
અને નીચામાં રૂ.5,771ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.27 ઘટી રૂ.5,812 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.29 ઘટી રૂ.5,813 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.183ના ભાવે ખૂલી, રૂ.1.70 ઘટી રૂ.181.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.5 ઘટી 195.3 બોલાઈ રહ્યો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.25.29 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,400 અને નીચામાં
રૂ.61,180ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 ઘટી રૂ.61,320ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.20 વધી રૂ.992.10 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,545.62 કરોડનાં
5,972.839 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,334.33 કરોડનાં 334.293 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.570.37 કરોડનાં 9,82,430 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.623.82 કરોડનાં 3,31,57,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.238.79 કરોડનાં 11,727 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.41.59 કરોડનાં 2,282 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,353.87 કરોડનાં 17,585
ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.316.19 કરોડનાં 12,451 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.65 કરોડનાં 432 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.22.64 કરોડનાં 224.64
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 23,872.906 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 723.020 ટન, તાંબાના વાયદાઓમાં 14,467.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 23,486 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,906 ટન તથા જસત અને જસત-મિનીમાં
24,334 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 10,20,740 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,86,42,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
12,864 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 362.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.20.28 કરોડનાં 252 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 503 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 16,099
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,120 અને નીચામાં 16,070 બોલાઈ, 50 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 114 પોઈન્ટ વધી
16,088 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 11548.88 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 4013.83 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 448.73 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 5187.15 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 1898.52
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 243.05 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.291.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.300.90 અને નીચામાં
રૂ.263.20ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.24.80 ઘટી રૂ.280.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ
રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.35 ખૂલી, ઉપરમાં રૂ.3.65 અને
નીચામાં રૂ.2.15 રહી, અંતે રૂ.0.95 ઘટી રૂ.2.60 થયો હતો.
સોનું માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.115ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.139.50 અને નીચામાં રૂ.93ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.23 વધી રૂ.115 થયો
હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.155 ખૂલી,
ઊપરમાં રૂ.155 અને નીચામાં રૂ.93 રહી, અંતે રૂ.22 વધી રૂ.117 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,923.50ના ભાવે ખૂલી, રૂ.214
વધી રૂ.1,981.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,699ના ભાવે ખૂલી, રૂ.168.50 વધી રૂ.1,754.50 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.770 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.99 વધી રૂ.14.19 જસત એપ્રિલ રૂ.260 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.0.96 વધી રૂ.4.75 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.272.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.292.40 અને નીચામાં રૂ.260.90ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 વધી રૂ.269.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.180 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.20 ખૂલી, ઉપરમાં રૂ.6.40 અને નીચામાં રૂ.4.05 રહી,
અંતે રૂ.0.50 વધી રૂ.5.70 થયો હતો.
સોનું માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.100ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.140 અને નીચામાં રૂ.37ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.85.50 ઘટી રૂ.48 થયો
હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.51 ખૂલી,
ઊપરમાં રૂ.99 અને નીચામાં રૂ.50.50 રહી, અંતે રૂ.132.50 ઘટી રૂ.60 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,326.50ના ભાવે ખૂલી,
રૂ.180.50 ઘટી રૂ.1,275 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,133ના ભાવે ખૂલી, રૂ.142.50 ઘટી રૂ.1,175 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.35 વધી રૂ.8 થયો હતો.
