24 માર્ચ 1882 માં જર્મન ફિઝિશિયન અને માઇક્રોબાયોલોજીસ્ટ રોબોર્ટ કોચ એ ટીબી ના બેક્ટેરિયાની શોધ કરી હતી એટલે 24 મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા રાજ્યસરકાર દ્વારા ટીબી રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ટીબીના દર્દીઓને શોધી નિઃશુલ્ક નિદાન કરવાની સાથે અનેક સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી ટીબીના દર્દીઓને ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવી રહી છે,ત્યારે આઈ વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગ રૂપે છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે થી જિલ્લા આરોગ્ય અધિકારી સી બી ચોબીસાએ લીલી ઝંડી આપી એક જન જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું,રેલીમાં ક્ષય કેન્દ્રનો સ્ટાફ,નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ ,RBSK નો સ્ટાફ સહિતના કર્મીઓ જોડાયા હતા, હાથમાં પ્લે કાર્ડ લઈ ટીબી હારેગા ભારત જીતેગા ના સૂત્રોચ્ચાર કરતા રેલી નગરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી,ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષે 1600 જેટલા ટીબીના દર્દીઓ સામે આવે છે ,જોકે તેમાંથી સાજા થવાનો દર 89% છે,4 થી 5 ટકા લોકો ટીબી ને કારણે મૃત્યુ પામે છે.ટીબી ની સમયસર અને જરૂરી સારવાર લેવાથી ટીબી મટી શકે છે ,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


