ગાંધીનગર
ગુજરાત પોલીસ દળને વધુ મજબૂત, સુદ્રઢ તેમજ અસરકારક બનાવવા માટે છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જુદા-જુદા સંવર્ગોમાં સીધી ભરતીથી કુલ ૧૧,૯૭૮ જગ્યાઓ ભરવામાં આવી છે. ગુજરાત બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન વિધાનસભા ગૃહ ખાતે રાજ્યના પોલીસ દળના વિવિધ સંવર્ગોમાં ભરતી અંગેના પ્રશ્નમાં આ અંગેની લેખિત માહિતી ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આ વિગતો અનુસાર છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાત પોલીસની બિન હથિયારી પોલીસ અધિક્ષકની ૪૧, બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરની ૯૬, બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટરની ૩૦૦, હથિયારી પોલીસ ઇન્સ્પેકટર (જીઇઁહ્લ)ની ૭૨, ઈન્ટેલીજન્સ ઓફિસરની ૨૭, બિન હથિયારી આસીસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરની ૯૮૩, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૫૨૧૨, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૭૯૭ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (જીઇઁહ્લ)ની ૪૪૫૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે.
