અમરેલી જિલ્લામાં મોટી કુંકાવાવ મુકામે પરજીયા પટ્ટણી સોની લુહાર શાખ ના કુળ દેવી તુલજાભવાની માતાજી નો મઢ આવેલ છે કુળ દેવી તુલજાભવાની માતાજી ના આશીર્વાદ લુહાર પરિવાર ઉપર હમેશા વરસતા રહે તે માટે કુળ દેવી માતાજી ની પ્રસન્નતા માટે કુળ દેવી માતાજી ના મઢ માં દર વર્ષે યજ્ઞ કરવા મા આવે છે. તે મુજબ આ વષઁ નો યજ્ઞોત્સવ તા.17,10,2021 ને રવિવારે કુકાવાવ મુકામે કુળ દેવી તુલજાભવાની માતાજી ના મઢ માં રાખવામાં આવેલ છે.લુહાર ગોઠી ભાયું છેલ્લા પોણા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે કુળ દેવી તુલજાભવાની માતાજી ના દશઁન નો લાભ લઈ શક્યા નથી તેથી આ યજ્ઞોત્સવ માં આવવા સહકુટુંબ પધારવા હાદિઁક નિમંત્રણ છે. આ વષઁ ના યજ્ઞોત્સવ ના મુખ્ય યજમાન શ્રી પ્રવિણભાઇ હરિભાઈ લુહાર (સિમરણ જીરા વાળા )હાલ અમરેલી રહેશે .મુખ્ય યજમાન શ્રી એ પણ બધાં ને સહકુંટુંબ પધારવા હાદિઁક નિમંત્રણ પાઠવ્યું છે તો કુળ દેવી તુલજાભવાની માતાજી ના દશઁન કરવા અને માતાજી ના આશિવાઁદ પ્રાપ્ત કરવા સવેઁ ને પધારવા વિનંતી છે. તા.17,10,2021 ને રવિવારે સવારે 7.30 કલાકે યજ્ઞ નો પ્રારંભ થશે બપોરના 12.30 પછી બીડું હોમ બાદ મહાપ્રસાદ. તે મુજબ પ્રોગ્રામ છે માટે સહકુટુંબ ટાઈમ સર પધારવા વિનંતી છે

