Gujarat

કૃષિ મહાવિદ્યાલય જબુગામના એન એસ એસ યુનિટ દ્વારા પાવીજેતપુરના રાયપુર ખાતે રકતદાન શિબિરનું આયોજન

કૃષિ મહાવિદ્યાલય જબુગામના એન એસ એસ યુનિટ દ્વારા પાવીજેતપુરના રાયપુર ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સ્વયં સેવક અને સ્ટાફ મળીને કુલ ૩૩ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યુું છેબોડેલી તાલુકાના જબુગામ કૃષિ કોલેજના ડૉ. અર્જુનભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે એન એસ એસ યુનિટ જબુગામ કૃષિ મહાવિદ્યાલયના  સ્વયં સેવકો દ્વારા યોજાયેલા આ કેમ્પમાં  ૩૩ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે આ કેમ્પની વિશેષતા એ રહી છે કે મોટા ભાગનાઓએ જીવનમાં પ્રથમવાર રક્તદાન કર્યું છે સેવાના આ ભગીરથ કાર્યમાં જબુગામ કૃષિ મહાવિદ્યાલયના  અર્જુનભાઈ રાઠવા,આર.ડી. સિન્દે, પ્રશાંતભાઈ પટેલ, રાયપુર પ્રા.શાળાના આચાર્ય કમરુભાઈ રાઠવા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રક્તદાન કોણ કરી શકે? ક્યારે કરી શકીએ? રક્તદાન કેમ કરવું જોઈએ તેમજ વિદ્યાર્થીઓને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા સમસ્ત જબુગામ કૃષિ કોલેજ પરિવાર તરફથી એન એસ એસના સ્વયં સેવકોને તેમની સમાજ ઉપયોગી સુંદર કાયૅ માટે અભિનંદન પાઠવ્યા હતાકૃષિ મહાવિદ્યાલય બોડેલી ન જબુગામના એન એસ એસ યુનિટ દ્વારા પાવીજેતપુરના રાયપુર ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230325-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *