મકસુદ કારીગર,કઠલાલ
બાળકોમાં ધાર્મિક શ્રદ્ધા એ તેમનાં ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરે છે.
બાળકોમાં હંમેશા નિર્દોષ ભાવ હોય છે અને બાળપણમાં જ તેમને જો યોગ્ય જ્ઞાન આપવામાં આવે તો તે ગમે તેવાં કપરા સમયમાં સંયમ સાથે જીવન નિર્વાહ કરી શકે છે. આનું ઉત્તમ ઉદાહરણ એટલે નડીઆદ ડભાણ ભાગોળ વિસ્તારમાં રહેતા મલેક સાજીદ હુસેન ની ૪ વર્ષિય દીકરી મરિયમબાનું જેણે પવિત્ર રમઝાન માસ નો પહેલો રોઝો રાખી દીવસ દરમ્યાન સતત ૧૪ કલાક સુધી ભુખ્યા તરસ્યાં રહી ત્યાગ બલિદાન અને સમર્પણની સાથે ધૈર્ય અને સંયમ શું છે તેની સિખ આપી પ્રથમ રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી પોતાનાં ઘર પરિવાર સમાજ અને દેશની સુખ શાંતિ સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી તેવું તેમનાં માતા પિતા અને પરિવાર જનો પાસે થી જાણવા મળ્યું હતું…!!


