Delhi

ઇન્દોરનો એક અવિશ્વાશ્નીય કિસ્સો, લગ્નની પ્રથમ રાત્રે પતિને જુઠું બોલી, થોડા દિવસ રહીને હકીકત આવી સામે

નવીદિલ્હી
ભારતીય સમાજમાં લગ્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરોમાં લગ્ન થવાના હોય છે ત્યાં ખુશીનો માહોલ હોય છે. દીકરા કે દીકરીના લગ્નમાં એટલું બધું કામ હોય છે કે લોકો રાત-દિવસ વ્યસ્ત રહે છે. લગ્નના થોડા દિવસો પહેલા જ વર-કન્યાના ઘરે મંગલ ગીત શરૂ થાય છે. ઘરોને તેમની ક્ષમતા અનુસાર શણગારવામાં આવે છે. મહેમાનો તરફથી કોઈ ફરિયાદ ન રહે તે માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. લગ્ન બાદ કન્યા અને વરરાજા પહેલી રાત એટલે કે સુહાગરાતની આતુરતાથી રાહ જુએ છે. બંને પહેલી રાતને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે. આ માટે અવનવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, પરંતુ જ્યારે લગ્નની પ્રથમ રાતે જ વરરાજા સાથે દગો થાય તો તેની સ્થિતિ શું હશે તેનો આસાનીથી અંદાજ લગાવી શકાય નહીં. થોડા સમય પહેલા ઈન્દોરમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. વરરાજાને ફસાવવા માટે જાણી જાેઈને લગ્નનો ચક્રવ્યૂહ ઘડવામાં આવ્યો હતો. એક દલાલે આ સંબંધ નક્કી કર્યો. લગ્ન પૂર્વનિર્ધારિત તારીખે રિવાજાે સાથે સંપન્ન થયા હતા. લગ્નના આગલા દિવસે વરરાજા કન્યા સાથે નવું જીવન શરૂ કરવા માટેના સપનાં જાેતા હતા. સુહાગરાતે નવી પરણેલી કન્યાએ વરરાજાને કહ્યું કે તેના પીરિયડ્‌સ (માસિક સ્રાવ) શરૂ થઈ ગયા છે, તેથી તે શારીરિક સંબંધ બાંધી શકે નહીં. જે સાંભળીને વરરાજાનું દિલ તૂટી ગયું હતું પણ નવા રિલેશનને પગલે તેને રાહ જાેવાનું નક્કી કર્યું હતું. લગ્નના ૭ દિવસ બાદ કન્યા ગુમ થઈ ગઈ હતી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તે લગ્ન ગોઠવનાર દલાલના ઘરે વાંધાજનક હાલતમાં મળી આવી હતી. મળતી માહિતી મુજબ પીડિતા અને યુવતીના લગ્ન સંપૂર્ણ વિધી વિધાન સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ યુવકને કોઈ પણ બહાને તેની નજીક આવવા દેતી ન હતી. લગ્નના લગભગ ૭ દિવસ બાદ તે સોનાનું મંગળસૂત્ર, ટોપ્સ તેમજ ચાંદીના દાગીના અને ૩ લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગઈ હતી. વાસ્તવમાં, તે એક લૂંટેરી દુલ્હન હતી જેણે લૂંટ કરવા માટે લગ્ન કર્યા હતા અને પછી ઘરેણાં અને રોકડ લઈને ભાગી ગયા હતા. દુલ્હનના અચાનક ગુમ થયા બાદ વરરાજા અને તેના સંબંધીઓએ શોધખોળ શરૂ કરી હતી. ઘરમાં તપાસ કરતાં દાગીના અને રોકડ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, પીડિત પક્ષકારો સીધા જ લગ્ન ગોઠવનાર દલાલના ઘરે પહોંચ્યા. ત્યાં નવી વહુ દલાલ સાથે એક જ રૂમમાં વાંધાજનક હાલતમાં મળી આવી હતી. જેના કારણે વરરાજા અને તેના પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પાછળથી સમજાયું કે તે લૂંટેરી દુલ્હન છે. આ તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આની પાછળ મોટી ગેંગનો હાથ છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *