Gujarat

પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના માછીમાર મજુરોની મુક્તિ માટે પ્રધાનમંત્રીને રજૂઆત

પાકિસ્તાનની જેલમાં કેદ ગરીબ અને લાચાર પરિવારની મહિલાઓની વેદના ને વાચા આપવા માટે આજે સમગ્ર જિલ્લાના સંગઠનો તેના અગ્રણીઓ તથા પીડિત મહિલાઓ બહોળી સંખ્યામાં કોડીનાર મામલતદાર કચેરીમાં હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર, ઉના, વેરાવળ કે સુત્રાપાડા વિસ્તારની આ સમસ્યા નથી………સૌરાષ્ટ્ર વિસ્તાર અને ગુજરાતની જ આ સમસ્યા નથી ભારતની રાષ્ટ્રીય સમસ્યા છે આ…….. મજૂર માછીમાર કે જેઓ ૧૦૦ કે ૨૦૦ રૂપિયાની મજૂરી માટે જાનના જોખમે દરિયો ખેડવા મજબૂર થાય છે. આ મજૂરોના પરિવારો પાસે ના તો મજૂરી સિવાય કોઈ સાધન છે કે ના તો કોઈ વિકલ્પ તેમને એટલા સમયમાં ઉભો કરાયો છે…તેમના બાળકો બાપ હોવા છતાં અનાથ જેવી પરિસ્થિતિમાં છે…. અનેક બહેનો ની રાખડી રેઢી પડી છે…અને રાહ જોઈ રહી છે કે તેમના ભાઈઓ કયારે આવે…..કોઈ માં ના એકનો એક દીકરો જેલમાં કેદ છે…. તો કોઈ નવવધૂ નો પતિ કેદ છે…. કોરોના જેવો કપરો કાળ અને તેમાય ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તૌકત વાવાઝોડા એ જે કુદરતી પ્રક્રોપ નું સર્જન કર્યું તેમા આ લાચાર અને ગરીબ માછીમાર પરિવાર ના પરિજનો તેની સ્ત્રીઓ અને બાળકો દયનીય પરિસ્થિતિમાં મુકાય ગયા હતા. આટલું જ નહિ પણ જયારે ગીર સોમનાથ જિલ્લાના સામાજિક સંગઠનો અને અગ્રણીઓએ તેમજ પીડિત પરિવાર દ્વારા જયારે કલેકટરના માધ્યમથી પ્રધાનમંત્રીને પ્રથમ રજૂઆત કરવામાં આવી ત્યારે તેમની લાગણી અને માંગણી જોઈ ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના સંવેદનશીલ સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા સત્વરે રજૂઆત કરી આટલું જ નહિ તેમની રજૂઆત અન્વયે અમિત શાહ ગ્રુહ મંત્રી દ્વારા તત્કાળ પગલાઓ ભરવા માટે ખાત્રી આપવામાં આવી પણ આટલો સમય છતાં કોઈ હરકત જોવા મળી નહોતી માટે ફરી એકવાર પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના માછીમાર મજુરોની  મુક્તિ માટે પ્રધાનમંત્રીશ્રીને કોડીનાર મામલતદાર મારફત પિડિત પરિવારની સરકારને અંતિમ ન્યાયની અરજી કરવા માટે રજૂઆત કરવા માટે સર્વ સમાજના આગેવાન પીડિત પરિવારો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
તેમની જે બંધારણીય રજૂઆતો કરવામાં આવી તેમા લખ્યા અનુસાર  સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના માછીમાર દરીયાઇ ખેડુત મજદુર પિડિત પરિવારો પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોની મુક્તિ માટે પ્રધાનમંત્રીને કોડીનાર મામલતદાર કચેરી દ્વારા રજૂઆત.આથી અમો સર્વે સમાજના પીડિત  માછીમાર પરિવારના લોકો તેમજ ગીર સોમનાથ જિલ્લાના સામાજિક સંગઠનો, સંસ્થાઓ તથા સર્વે લોકશાહીની ચોથી જાગીર સમાન પત્રકારો તમામને પાકિસ્તાનની જેલમાં માછીમાર ગરીબ પરિવારના લોકો કેદ છે તેની વખતોવખત ન્યાયિક રજૂઆત કરવામાં આવી છતાં સ્વતંત્રતા પર્વ નિમિતે આશા હતી કે તેમને મુક્તિ આપવામાં સરકાર અસરકારક ભૂમિકા નિભાવશે પણ આટલો સમય છતાં યોગ્ય નિરાકરણ ના આવતા એક વાર ફરી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં માછીમાર પરિવારો દેશના પ્રધાનમંત્રીને બંધારણીય રજુઆત કરવા ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવેલ હતી. નાગરિક હક્કની આ રજૂઆતમા સર્વે રાષ્ટ્રીય વિચારધારા સાથે સંકળાયેલા તેમજ સમાજની માનવીય સંવેદના ધરાવતા અગ્રણીઓ, કાર્યકરો તેમજ સંસ્થા અને સર્વ સમાજના સંગઠનો આજે મામલતદાર કચેરી કોડીનાર ખાતે હાજર હોઇ અમો આ બિન રાજકીય કાર્યક્ર્મ દ્વારા અને દેશના જે ગરીબ અને પીડિત પરિવાર પારકા દેશમાં કેદ છે તેની મુક્તિ માટે અમો તમામ આથી ન્યાયિક ધોરણે અને બંધારણીય રીતે રજુઆત કરીએ છીએ. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આપ પ્રજાના પ્રતિનિધિ હોય તેમજ વિશેષરુપ સરકાર દ્વારા આપની પાસે અમો ગરીબ અને લાચાર પરિજનોની માંગણી છે કે અમારા જે પણ પરિજનો અત્યારે પાકિસ્તાન જેલમાં કેદ છે તેમની મુક્તિ માટે અમો પિડિત પરિવારોની વેદનાને વાચા આપવા તેમજ વહેલી તકે આપના પ્રયાસોના પરિણામે જ મુક્ત થાય તેવી સદભાવના સાથે રજુઆત કરવા અમો પિડિત પરિવારના સદસ્યો અને પરિજનો તમામ સાધનિક કાગળો સાથે રજુઆત કરીએ છીએ. અમારા સંવેદીનશીલ સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા તેમજ અનેક ગીર સોમનાથ જિલ્લાના અગ્રણીઓ, સામાજિક સંગઠનો તથા રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ દ્વારા લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે તેમજ આ ઉપરાંત ગુજરાત રાજયના અનેક ધારાસભ્યો દ્વારા પણ આ ગરીબ અને લાચાર પરિજનોની વ્યથાને વાચા આપવાનું કાર્ય કરીને લેખિત તેમજ મૌખિક રજુઆતો કરી છે. આ તમામ સંગઠનો દ્વારા સરકારને અમો દીન અને વંચિત પરિવારોની વેદના તથા વ્યથાને સમજવાની તક મળી છે. તેમજ આપની ગુજરાતના લોકો પ્રત્યેની લાગણી અને તેમની માંગણીને માન આપીને જે  એક સંવેદનશીલ પ્રજાના પ્રતિનિધી તરીકે અમિતભાઇ શાહ દ્વારા જે સત્વરે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી છે તે ઉતમ માનવતાનુ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યુ છે તે માટે અમો પકિસ્તાન કેદ પરિવારના પરિજનો  મહિલાઓ, બાળકો તેમજ તમામ આપના હમેશા રુણી રહિશુ તેમજ આપના પ્રયત્નોથી વહેલામા વહેલી તકે અમારા પરિજનો પાકિસ્તાનની કેદમાથી મુક્ત થાય તેવી આશા અને વિશ્વાસ સાથે અમો આ અંતિમ ન્યાયની અરજી આપ મામલતદાર સાહેબ કોડીનાર મારફત પ્રધાનમંત્રી મોદી સાહેબને અંતિમ ન્યાય માટેની અરજી રજુ કરીએ છીએ…….. આ મુજબની અરજી ન્યાયિક રીતે કરવામાં આવી હતી. તેમજ આ સાથે રાષ્ટ્રીય સંગઠન એક વિચાર એક ભારત દ્વારા અત્યાર સુધીમાં સરકાર સાથે લીગલ રજૂઆત અન્વયે કરવામાં આવેલી તમામ પ્રકારની મદદ અને ભવિષ્યમાં એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ પ્રશાંત ચાવડા દ્વારા કોર્ટ મેટર અન્વયે નિશુલ્ક મદદ માટે પણ ખાત્રી આપી હતી. આ અંતિમ ન્યાયની પ્રધાનમંત્રીને અરજી કરવાની હોય તેમાં મહિલાઓ દ્વારા આજીજી અને આક્રોશ સાથે અંતિમ ન્યાય હેતુ અરજ કરી હતી. આ ઉપરાંત કયાંક કયાંક સરકારને મહિલાઓ દ્વારા વેદના અને આંસુઓ સાથે ચેતવણી પણ આપી હતી. અનેક યુવાનો સાથે આઝાદ યુવા ગ્રુપ તેમજ મેહુલભાઈ અને ભાવસિંગભાઈ, વિજય ભાઈ વાઢેળ તેમજ તેમના યુવા કાર્યકરો અગ્રણીઓ ભીમ સેના અને સોશ્યલ જસ્ટિસ ફાઉન્ડેશન ના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા તેમજ આ ઉપરાંત કિશાન ફાઉન્ડેશન અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓની ટીમ સાથે સુરપાલસિંહ અને યુવા ક્રાંતિકારી તરીકે જાણીતા રાજેશભાઈ વાઢેર પણ જ્યાં સુધી પાકિસ્તાનની જેલમાંથી આ ગરીબ અને લાચાર મજૂરો મુકત ના થાય ત્યાં સુધી તમામ પ્રકરની લડતો અને રજૂઆતો માટે વાત કરી હતી. પીડિત મહિલાઓને તથા તેમની વેદનાને વાચા આપવા માટે ગીર સોમનાથ જિલ્લાના મીડિયા જગતના તમામ પત્રકારો અને ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત એક વિચાર એક ભારત સંગઠનના પ્રતિનિધિઓ માં ક્યુમભાઈ દ્વારા તમામ લીગલ વર્કમા અને બંધારણીય રજૂઆતોમાં સહકાર આપ્યો હતો. તેમજ આ સાથે સામાજિક અને રાજકીય સંગઠનોના પ્રતિનિધિઓ બિન રાજકીય રીતે જોડાયા હતા. આ સાથે આ રજૂઆતો અન્વયે લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા અને અખબાર તેમજ પ્રેસ અને પ્રિન્ટ મીડિયા તથા સોશ્યલ મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા સરકાર સુધી અવાજ પહોચાડવા સતત અને સતત હાજર રહીને દરેક બાબતો તેમજ આ ગરીબ મહિલાઓની વેદનાને વાચા આપવા પ્રયત્ન કર્યો હતો…. ઉલ્લેખનીય છે કે આ બાબતે સરકારે ખાસ કિસ્સામાં ધ્યાન કેન્દ્રિત કરી આંતરાષ્ટ્રીય કક્ષાએ પ્રશ્ન રજૂ કરીને પણ આ બાબતે સંવેદનશીલતા દાખવી ભારતના આ ગરીબ અને લાચાર દરિયાઈ ખેત મજૂરોની મુક્તિ માટે પગલા ભરે તેવી તમામની એક સૂરમાં માંગણીઓ કરવામાં આવી હતી.. જયારે મહિલાઓ તેમજ નારીશક્તિ ને મહત્વ આપતી સરકાર આ બાબતે યોગ્ય પગલાઓ સત્વરે ભરે તે પ્રજાના પ્રતિનિધિઓ માટે પ્રજાણ વિશ્વાસનું ઉતમ ઉદાહરણ પુરુ પાડવામાં આવશે…… આ પીડિત મહિલાઓની આંસુનિ પીડા અને વેદનાને વાચા આપવા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના મીડિયા જગતનો નમ્ર પ્રયાસ છે……..

IMG-20211011-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *