મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના ધોળાકુવા ગામે નવિન બોરકુવા અને વોટર વર્કસનું ખાતમુહૂર્ત કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતુ.
ધોળાકુવા ગ્રામજનોની સુવિધા માટે તૈયાર થનાર નવિન બોરકુવો તથા વોટર વર્કસનું કામથી ગ્રામજનોમાં ખૂબ જ આનંદનો માહોલ હોવાનું સરપંચ રણજીતસિંહ ડી.ઝાલાએ જણાવ્યું હતુ.
આ પ્રસંગે ધોળાકુવા સરપંચ આર.ડી.ઝાલા, ઉપ સરપંચ માનસિંહ ઝાલા, ગ્રામ પંચાયત સદસ્યો સર્વ પ્રવિણસિંહ સોલંકી, અરવિદસિંહ ઝાલા, રણજીતસિંહ ઝાલા, માનસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


