અમરેલ ચક્કરગઢ રોડ ઉપર આવેલ કરણ પાર્ક સોસાયટીમા શક્તિ આરાધનાનુ મહા પર્વ નવલી નવરાત્રિ દરમ્યાન ગરબીનું ભવ્ય આયોજન સોસાયટીના યુવા ગૃપ દ્વારા કરવામાં આવ્યું જેમા માં જગદંબાની આરતી ઉતારવા માટે અમરેલી નગર પાલિકાના વોર્ડ નંબર ૧૧ ના સભ્યશ્રીઓ દિલાભાઈ વાળા, સન્નીભાઈ વાળા, સંગીતાબેન ચાવડા, ભાનુબેન કાનાણી તેમજ આ વિસ્તારના આગેવાન વિનુભાઈ ડાબસરા અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અતુલપુરી ગોસાઈ તથા વીડી ગૃપ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ તમામ આગેવાનોએ આ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ તેમની કદર કરી કરણ પાર્ક સોસાયટીના હોદેદારો પ્રમુખશ્રી મુકેશભાઈ મેર, ઉપપ્રમુખ ધવલભાઈ જોટાંગીયા, મંત્રી નિલેશભાઈ ગંગાજળીયા, ખજાનચી કીરીટભાઈ સોલંકી સહિતના તમામ સભ્યો તેમજ સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત સન્માન કર્યુ હતું.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

