કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે સહપરિવાર શક્તિ આરાધનાના પર્વ- સાતમા નોરતાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના અને આરતી કરી હતી. મંત્રીશ્રીએ વહેલી સવારની મંગળા આરતીમાં સજોડે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં. અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ તેમણે અંબિકેશ્વર મહાદેવ અને ભૈરવજીના દર્શન પણ કર્યા હતા. અંબાજી મંદિર પરિસરમાં આવેલી માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમૃધ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રંનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે લોકોની સેવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીને માતાજી ખૂબ શક્તિ આપે તથા આપણે સૌ આ કોરોનામાંથી જલ્દી બહાર આવીએ અને કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તે માટે માતાજીને પ્રાર્થના કરી


