Gujarat

બોડેલી તાલુકાના જબુગામ થી ધામસીયા સુધીનો N H 56 હાઇવે ₹1188.48 કરોડના ખર્ચે નવો બનશે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી માહિતી આપી
      બોડેલી તાલુકાના જબુગામથી નસવાડી તાલુકાના ધામસીયા સુધીનો અંદાજે 49 કીમી નો માર્ગ બે લેનમાંથી 4 લેનનો બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.નવો માર્ગ ₹ 1188.48 કરોડ ના ખર્ચે નવો બનાવાશે તેમ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું છે.
       રસ્તાને અપગ્રેડેશન હાઈબ્રીડ એનિટી મોડ (પેકેજ 3) હેઠળ મંજુર કરી બનાવાશે.નેશનલ હાઇવે નં.56 હેઠળનો આ માર્ગ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાને જોડતી કડી રૂપ મનાય છે.નેશનલ હાઇવેના કેરેજ વે ને ડબલ કરી દેવાશે તે સાથે વિસ્તારમાં વિકાસની નવી તકો ખુલશે.ભારે વાહનોનું આવાગમન સરળ બનશે.આ માર્ગ મધ્યપ્રદેશ જવાનો મુખ્ય માર્ગ છે.અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકદમ નજીકમાં છે.મહારાષ્ટ્રને સીધો આ માર્ગ જોડે છે બોડેલી તાલુકાના જબુગામ થી ધામસીયા સુધીનો N H 56 હાઇવે ₹1188.48 કરોડના ખર્ચે નવો બનશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી માહિતી આપી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *