જૂનાગઢ જિલ્લામાં જ્ઞાન સેતુ ડે સ્કુલ શરૂ કરવામાં આવનાર છે. જેમાં તાલુકા દીઠ એક-એક જ્ઞાન સેતુ ડે સ્કુલ શરૂ થશે. તેમાં પ્રવેશ પરિક્ષા માટે ફોર્મ ભરવાની તા.૨૩ માર્ચથી ૫ એપ્રિલ ૨૦૨૩ સુધી રહેશે.
જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકા દીઠ એક-એક જ્ઞાન સેતુ ડે સ્કુલ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પ્રવેશ પરિક્ષા માટે ફોર્મ ભરવાનું તા.૨૩/૩/૨૦૨૩ થી તા.૫/૪/૨૦૨૩ સુધી ભરી શકાશે. જેમાં http://www.sebexam.org વેબ સાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરાશે. આ જ્ઞાન સેતુ ડે સ્કુલમાં વિના મૂલ્યે ઉત્કૃષ્ઠ અભ્યાસક્રમમાં ધો.૬ થી ૧૨ સુધીનું ઉચ્ચ ગુણવતાયુક્ત શિક્ષણ મેળવી શકશે. જેમાં પ્રવેશ માટે common entrance exam તા.૨૭/૪/૨૦૨૩ના રોજ યોજાશે. જ્ઞાન સેતુ ડે સ્કુલમાં ધો.૫ના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા common entrance exam માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. પ્રવેશ પરિક્ષા માટે જે વિદ્યાર્થીઓ સરકારી તથા ગ્રાન્ડેટ શાળામાં ધો.૧ થી ૫ નો અભ્યાસ કરેલ હશે તે જ પ્રવેશ પરિક્ષા માટેનું ફોર્મ ભરી શકશે.
