હાલ ચાલી રહેલા પવિત્ર રમજાન માસ તેમજ આવનારી ૩o તારીખે રામનવમી નો તહેવાર આવી રહ્યો છે. જેની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. આવનારાં તહેવારોમાં નગરમાં શાંતિ જળવાય અને બન્ને તહેવારો ખૂબજ આનંદ ઉલ્લાસ થી ઉજવાય તેવા હેતુસર આજરોજ છોટાઉદેપુર પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેકટર વનરાજ કામલિયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી. જેમાં નગરનાં બન્ને કોમના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાંતિથી તહેવારની ઉજવણી થાય તે અંગે જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


