ઊના – ગીરગઢડાના ઇંટવાયા ખિલાવડ રોડ પર આવેલ રહીમશાહ બાબાની દરગાહ પર થોડા દિવસ પહેલા એક સિંહ યુગલ જોવા
મળ્યા હતા. ત્યા ફરી આજે બોપરના સમયે ધોમધખતા તાપ વચ્ચે બન્ને સિંહ યુલગ દરગાહ પાસે આવી પહોચ્યા હતા. અને બન્ને
સિંહ યુગલ ધોમધખતા તાપથી બચવા દરગાહના ઓટલા પર બેસીને આરામથી બેઠા હતા. ત્યારે આ રસ્તા પરથી પસાર થતા લોકોએ
પોતાના મોબાઇલમાં આ તસ્વીર કેદ કરેલ હતી.

