છોટાઉદેપુર ખાન ખનીજ ઓફિસમાંથી મળતી માહિતી મુજબ કે જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના અનુસાર જિલ્લા ના અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકીંગ પેટ્રોલિંગમાં હતા ત્યારે રાત્રિય દરમિયાન લેહવાટ ફાટક પરથી ફેરકુવા ગામ તરફ ગેરકાયદેસર રીતે ભરીને ચાર ટ્રકો આવતી હતી તેઓ પસેથી પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવેલ ચાર ટ્રકોને જિલ્લા ખાન ખનીજે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ છેલ્લા ચાર દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તાર કોટલી, નસવાડી રોડ, નાનીબેજ, વાગવા ફેરકુવા બોર્ડર જેવા વિસ્તારમાં આકસ્મિક જઈ 15 જેટલી ટ્રકોને પકડી પાડી રૂપિયા 3.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
