Gujarat

કમોસમી વરસાદની આગાહીને અનુલક્ષી ખેડૂતો માટે સાવચેતીના પગલાં સુચવાયા

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૩૦-૦૩-૨૦૨૩ થી તા.૩૧-૦૩-૨૦૨૩ સુધી
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે નીચે મુજબના તકેદારીના પગલા લેવા
રાજ્યના ખેડૂતોને બાગાયત નિયામકની કચેરી દ્વારા સંદેશ આપવામાં આવે છે.
પાકને કમોસમી વરસાદથી થતા નુકશાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય
તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો અને
ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલા ભરવા, જંતુનાશક દવા અને
ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં
સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા નાયબ
બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *