Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ,જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં વર્ષ 2023-24 માટે 820.04 લાખની  પુરાંત સાથે રૂ.4876.01 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું.

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભામાં તમામ સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,આગામી વર્ષ 2023-24નું બજેટ  રજૂ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે બજેટમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે  વિવિધ ક્ષેત્રમાં કરેલ રકમની ફાળવણી અંગે વિસ્તૃત માહિતી આપી હતી,જેમાં  શિક્ષણ ક્ષેત્રે 187 લાખની ,આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે 100 લાખ તથા નન્હી પરી યોજના માટે 40 લાખ તેમજ કોરોના જેવી આકસ્મિત રોગચાળા માટે 50 લાખ તથા આયુર્વેદિક શેત્રે 50 લાખ  જયારે સમાજ કલ્યાણ ક્ષેત્રે રોજગારી સાધન સહાય માટે 35 લાખ તથા ડૉ આંબેડકર જયંતી માટે તથા  નશાબંધી તેમજ અસ્પૃશ્યતા નિવારણ અંગે 35 લાખ, ખેતીવાડી ક્ષેત્રમાં સેન્દ્રીય ખાતર તથા બાયો પેસ્ટીસાઇડ  આપવાની યોજનામાં 40 લાખ,પશુપાલન ક્ષેત્રે  લગતા કામો માટે 20 લાખ, નાની સિંચાઈ યોજના માટે 80 લાખ, પંચાયત ક્ષેત્રે ગ્રામ પંચાયતોમાં મોક્ષ રથ આપવાની યોજનામાં 50 લાખ,મોડેલ વિલેજ માટે 50 લાખ તેમજ મહિલા બાળ વિકાશ માટે 315 લાખ સહિત કુલ 4876.01 લાખ રૂપિયાની  જોગવાઈ કરવામાં આવી છે,સભામાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંગ દ્વારા વર્ષ 2021-22 અને 22-23 ના વર્ષના વિકાસલક્ષી કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230328-171510.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *