Gujarat

ભગવાન શ્રીરામ ના પ્રાગટ્ય ઉત્સવ રામનવમી ના દિવસે બનાસકાંઠા જિલ્લો રંગાયો ભગવા ના રંગમાં

રામ નવમી નિમિતે સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યું છે. જયારે ભગવાન રામ ના મંદિરો મા વિશેષ પૂજા અર્ચના સહિત ભજન ના કાર્યક્રમો કરવા મા આવી રહ્યા છે.ત્યારે દેશ ના તમામ શહરો અને ગામો મા રામ નમવી નિમિતે શોભાયાત્રા નિકાળવા મા આવી રહ્યી છે. જયારે ભગવાન શ્રીરામ ના પ્રાગટ્ય ઉત્સવ રામનવમી ના દિવસે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો રંગાયો ભગવા ના રંગમાં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અંબાજી દાંતા અને હડાદ ખાતે પણ રામ નવમી નિમિતે ધૂમધામ થી ઉજવણી કરવા મા આવી હતી.
*બોક્સ..*
*પાલનપુર ખાતે રામજી મંદિરથી રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી*
પાલનપુરમાં રામજી મંદિરથી આજે રામનવમીની 11મી શોભાયાત્રા નીકળી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પથ્થર સડક રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી અને નાની બજાર તીન પત્તી ખોડા લીમડા ગઠામણ દરવાજા કીર્તિસ્થંભ થઈને નિજ મંદિર પરત ફરી હતી શોભાયાત્રામાં ઘોડાની સવારી પર પાલખીમાં રામલલ્લા બિરાજમાન હતા અને શહેરની ધાર્મિક પ્રજાએ શોભાયાત્રા નું સ્વાગત કરી અને ભગવાનના દર્શન કર્યા હતા. જોકે શહેરના માર્ગો પર રામ સમિતિ દ્વારા પ્રસાદનું પણ વિતરણ કરાયું હતું ત્યારે સમગ્ર શહેરમાં રામનવમી ને લઈને એક ધાર્મિક માહોલ સર્જાયો હતો રમજાન માસના પવિત્ર રોજા ચાલતા હોવાથી અને રામનવમીનો પણ તહેવારો હોવાથી કોમી એખલાસ પણ દર્શન થયા હતા અને કોઈપણ અનિચ્છનીય બનાવ વગર રામનવમી ની શોભાયાત્રા સંપન્ન થઈ હતી
*બોક્સ..*
*દાંતા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ નવમી ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ*
 રામ નવમી ની ઉજવણી નિમિતે દાંતા ના આઝાદ ચોક થી ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ કરાવા માં આવ્યું હતા. ત્યારે વિવિધ માર્ગો થઈને દાંતા ના આજુબાજુના ગામોમાં ભવ્ય શોભા યાત્રા પહોંચી હતી. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રામનવમી નિમિતે ભગવા રેલી નીકળવામાં આવી હતી.  ભગવા રેલી દરમિયાન સમગ્ર માર્ગ ઉપર જય શ્રી રામ ના જયકારો સાથે નીકળવામાં આવી હતી. તો દાંતા ના સમગ્ર માર્ગ ભક્તિમય માહોલ વચ્ચે આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો મોટી સંખ્યામાં રામ નવમી ની શોભાયાત્રામાં જોડાઈ હાથોમાં ભગવા ધ્વજ લઈને ભગવા રેલી માં જોડાયા હતા. તો સાથે સાથે લોકો મોટી સંખ્યામાં બાઈકો લઈને રામ નવમી ની ઉજ્જવની મા સહભગીદાર થયા હતા.
*બોક્સ..*
*હડાદ ગામે જન જાતિ કલ્યાણ આશ્રમ દ્વારા રામ નવમી ની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું*
હડાદ ખાતે જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાત બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકાના હડાદ ગામે રામ નવમી ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન  કરવામાં આવ્યું હતું. વનવાસી ક્ષેત્રમાં આવતું હરાદ ગામે મોટી સંખ્યામાં લોકો ભગવાન ધવજ હાથમાં લઇ જય જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રામાં જોડાયા
*બોક્સ..*
*ધર્મનગરી અંબાજી ખાતે રામ જન્મ ઉત્સવ નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા*
*રામ ભક્તો દ્વારા સમૂહ હનુમાન ચાલીસા ના પાઠ કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું*
યાત્રાધામ અંબાજી ખાતે તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ધૂમધામ થી મનાવવા મા આવતા હોય છે. ત્યારે અંબાજી ખાતે રામ નવમી નિમિતે ભવ્ય ઉજવવણી કરવા મા આવી હતી. અંબાજી મા આવેલા નિર્માણધીન રામ મંદિર થી ભવ્ય શોભાયાત્રા નિકાળવા મા આવી હતી. લોકો મોટી સંખ્યા મા હાથો મા ભગવા ધ્વજ લઈને ભગવા રેલી મા જોડાયા હતા. અંબાજી ના વિવિધ માર્ગો થી પસાર થઈ જય શ્રી રામ ના જયકારા સાથે ભગવા રેલી નિકાળવા મા આવી હતી રામ ભક્ત ડીજે ના તાલે ભગવાન રામ ની ભક્તિ મા લીન થયા હતા અને 51 શક્તિપીઠ સર્કલ ખાતે સમૂહ હનુમાન ચાલીસા કરીને શોભાયાત્રા ની પૂર્ણાહુતિ કરી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Screenshot_2023_0330_210501.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *