તા.૨૦-૨૧-૨૨-૨૭-૨૮/૧૦/૨૦૨૧ દિવસ-૦૫ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં ફ્લાઇટ લેફટનન્ટ, કમાન્ડીંગ ઓફીસરશ્રી, ૬૨૫ ગાર્ડ ફ્લાઇટ એરફોર્સ સ્ટેશન, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
