Gujarat

કેમ્પમાં કાનૂની સહાય, માં અમૃતમ કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય, રાશન કાર્ડ, વેકસીનેશન ડ્રાઇવ, આરોગ્ય ચકાસણી સહિતના બહુઆયામી આયોજનો હાથ ધરાશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળનવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ થકી મળેલ સૂચના અન્વયે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પાન ઈન્ડિયા અવેરનેસ તથા આઉટરીચ કાર્યક્રમ આઝાદી ક અમૃત મહોત્સવ અન્વયે આગામી તા.૧૫-૧૦-૨૦૨૧ ના રોજ જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મહાનગરપાલીકાના સહકારથી મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કાનૂની સહાયતા કેન્દ્ર, PMJAY-MA યોજના કાર્ડઆધાર કાર્ડવિધવા સહાયરાષ્ટ્રીય કુટુંબ સહાયનિરાધાર વૃધ્ધા પેન્શન યોજનાડેનગ્યુ – મેલેરીયા જાણકારીરાશન કાર્ડમાં નામ દાખલકમીસુધારા વધારાલાઈવ વેકસીનેશન ડ્રાઇવઆઇ.ઇ.સી.લગત જાણકારીઆરોગ્ય ચકાસણી કેમ્પમહિલા અને બાળ વિકાસની યોજના વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન  કોવિડ-૧૯ ના નિયમોને ધ્યાને રાખીને તા. ૧૫-૧૦-૨૦૨૧ ને સવારે ૧૦:૦૦ કલાકે ટાઉનહોલ જામનગર ખાતે કરવામાં આવનાર છે. જે અન્વયે જામનગરની જાહેર જનતાને તમામ સેવાઓનો લાભ લેવા સચિવશ્રીજિલ્લા કાનુની સેવા સત્તા મંડળ,જામનગર દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *