નવીદિલ્હી
ભાજપના રાજયસભાનાં સાંસદ તરીકે રહી ચુકેલા સુબ્રમણ્યમ સ્વામીએ વધુ એક વખત મોદી સરકાર પર આકરો પ્રહાર કર્યો હોય તેમ એક ટવીટમાં એમ કહ્યું કે ગુજરાતનાં એક ખાનગી બંદર પર ચીનનો દબદબો છે. અને મોટી સંખ્યામાં ચીની નાગરીકો મૌજુદ છે. કેન્દ્ર સરકાર સામે ચીન મામલે ભુતકાળમાં અનેક વખત પ્રહાર કરી ચુકેલા સુબ્રમણ્યમ સ્વામીએ ટવીટમાં એમ કહ્યું છે કે દેશનાં અન્ય કોઈપણ સ્થળે મૌજુદ ચીની નાગરીકો કરતા ગુજરાતના આ ખાનગી બંદરે સંખ્યા ઘણી વધુ છે. એક ટવીટર યુઝરને જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ આમ કહ્યું હતું સમાચારનો હવાલો આપ્યો હતો કે સમાચારનો હવાલો આપ્યો હતો કે મુંદ્રા પોર્ટનાં ટર્મીનલની ડીલ ભારતની સુરક્ષા એજન્સીઓનાં નિશાને પર છે.સ્વામીનાં કહેવા પ્રમાણે આ બંદર હિન્દ મહાસાગરમાં ઘુસણખોરી માટેનો સરળ માર્ગ છે. સ્વામીએ થોડા દિવસો પૂર્વે જ મોદી સરકારને એવી લાલબતી ધરી હતી કે ચીનનાં રાષ્ટ્રપતિ શ્રી જીનપીંગ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. વિદેશમંત્રી જયશંકર પર પણ નિશાન તાકયુ હતું. સુબ્રમણ્યમ સ્વામીએ ચીન મામલે મોદી સરકાર પર અનેક વખત પ્રહાર કર્યા છે. ચીન મામલે વડાપ્રધાનની નીતી સમજી શકાય તેવી નથી ૨૦૨૦ તથા ૨૦૨૨ માં બે વખત ઘર્ષણ થયુ છે. છતાં વડાપ્રધાન ગંભીર નથી. ટવીટર યુઝર દ્વારા ટવીટમાં ધ હિન્દુ’ના રીપોર્ટનો હવાલો અપાયો હતો. જેમાં મુંદ્રા પોર્ટની માલીકી ચીની કંપનીને સોંપવાની તૈયારી અને તેને પગલે ભારતીય સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર હોવાનો નિર્દેશ હતો. અદાણી ગ્રુપનાં ફ્રેંચ ભાગીદાર સીએમએ ટર્મીનલ તથા ચીન સરકારની કંપની ચાઈનીઝ મર્ચન્ટ ગ્રુપ વચ્ચે ટર્મીનલનાં હસ્તાંતરણનો કરાર થયો હતો. અદાણી ગ્રુપે આ કરારમાં સીધી રીતે કાંઈ લાગતુ વળગતુ ન હોવાનું કહી દીધી હતું.


