Gujarat

કેશોદમાં તથાગત સેવા સંઘ દ્વારા સમાજના પરીક્ષાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા કરી*

કોઈપણ સમાજમાં વિદ્યાર્થી ભાઇઓ બહેનો પરીક્ષા આપી પાસ થાય ત્યારે પોતાના પરિવાર અને સમાજનું ગૌરવ વધારે છે અને તેથી જ તેને પ્રોત્સાહન મળે તે માટે સમાજ તરફથી વિદ્યાર્થીઓ સન્માન સમારોહ યોજવામાં આવેછે તાજેતરમાં પરીક્ષાઓ લેવાઈ હતી ત્યારે કેશોદમાં જયભીમ નમો બુદ્ધાય અનુસુચિત જાતિના જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવેલ હતા તેમના રાત્રિરોકાણ તેમજ રાત્રીના જમવા  સવારે નાસ્તો તેમજ પરીક્ષા સ્થળે પહોંચાડવાની ખુબજ સુંદર વ્યવસ્થા કરવા બદલ તથાગત સેવા સંઘ કેશોદ દ્વારા કરવામાં આવી હતી જેથી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયો હતો સાથે તથાગત સેવા સંઘ કેશોદ દ્વારા પરીક્ષા આપવા આવનાર તમામ પરીક્ષાર્થીઓને પાસ થાય પોતાના પરિવાર અને સમાજનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
અહેવાલ :- નરેશ રાવલીયા કેશોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *