Gujarat

મુળ વેરાવળના વતનીએ સોમનાથ મહાદેવના સાનિધ્યથી કામગીરી શરૂ કરી અને પોરબંદર ખાતે આવેલ ભાવસિંહજી હોસ્પીટલમાં વય મર્યાદાના લીધે નિવૃત થતા સીસ્ટર કીરણબેન ભટ્ટ ને સત્કારવા માટે વિદાય સમારોહનું આયોજન 

અહેવાલ  : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
મુળ વેરાવળના વતનીએ સોમનાથ મહાદેવના સાનિધ્યથી કામગીરી શરૂ કરી અને પોરબંદર ખાતે આવેલ ભાવસિંહજી હોસ્પીટલમાં વય મર્યાદાના લીધે નિવૃત થતા સીસ્ટર કીરણબેન ભટ્ટ ને સત્કારવા માટે વિદાય સમારોહનુ આયોજન કર્યું હતું જેમાં
જેમાં જુદી-જુદી સંસ્થાઓના પ્રતિનીધીઓ, બ્રહ્મ સમાજના આગેવાનો સહીતના દ્વારા કીરણબેન ની કામગીરીને યાદ કરી મોમેન્ટો આપી સન્માનીત કરાયેલ હતા.*
*વેરાવળમાં રહેતા કીરણબેન પ્રતાપરાય ભટ્ટ એ તેમની પ્રથમ ફરજ વર્ષ ૧૯૮૭ માં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ આરોગ્ય કેન્દ્રથી કરેલ જયાં ફીમેલ હેલ્થ વર્કર તરીકે કામગીરી કરતા અને પ્રથમ વર્ષે જ ફેમીલી પ્લાનીંગની સારી કામગીરી બદલ એવોર્ડ મેળવેલ હતો. વર્ષ ૧૯૯૦ માં વધુ અભ્યાસ અર્થે જૂનાગઢ નર્સીંગ સ્કૂલમાં ત્રણ વર્ષનો કોર્ષ પૂર્ણ કરી વેરાવળ નગરપાલિકા સંચાલીત હોસ્પીટલમાં સતત પાંચ વર્ષ સુધી ફરજ બજાવેલ ત્યારબાદ વર્ષ ૧૯૯૮ માં આગાખાન હેલ્થ સેન્ટર સીધ્ધપુર પાટણ ખાતે અને વર્ષ ૨૦૦૦ માં સીવીલ હોસ્પીટલમાં નર્સ તરીકેની કામગીરી સંભાળેલ અને આ ફરજ દરમ્યાન બોમ્બે ખાતે નીયોનેટ ઇન્ટેન્સીવ કેર યુનિટની ટ્રેનીંગ મેળવેલ ત્યારબાદ હેડ નર્સ તરીકે કામગીરી કરેલ હતી.*
*આ ઉપરાંત કોરોના કાળના કપરા સમયમાં વર્ષ ૨૦૧૯ માં ભાવસિંહજી સીવીલ હોસ્પીટલમાં નોડલ ઓફીસર તરીકે રહેલ અને બે વર્ષ દરમ્યાન વેકસીનેશનમાં સુપરવાઇઝર સહીતની અનેક જવાબદારીઓ સંભાળેલ હતી અને અન્યોને ટ્રેનીંગ આપેલ અને તે સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા એવોર્ડ અને સંસ્થાઓએ સર્ટીફીકેટ આપી સન્માનીત કરેલ હતા. સરકારી હોસ્પીટલની સાથે કીરણબેન એ રેડકોસ, રોટરી કલબ, લાઇન્સ કલબ સહીતની સંસ્થાઓ સાથે રહી આરોગ્યલક્ષી સેવાઓ આપેલ અને છેલ્લે તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૩ માં પોરબંદર ભાવસિંહજી સીવીલ હોસ્પીટલના સ્ટાફ દ્વારા સન્માનીત કરાયેલ હતા.*
*કીરણબેન ભટ્ટ ભાવસિંહજી સીવીલ હોસ્પિટલમાંથી વય મર્દાયાના લીધે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયેલ જેમાં અનેક જાણીતી સંસ્થાઓના પ્રતિનીધીઓ ઉપસ્થિત રહી સન્માન કરી કીરણબેનની કામગીરીને યાદ કરી ફરજ ઉપરાંત સાંદિપની દ્વારા પ્રતિવર્ષ યોજાતા મેડિકલ કેમ્પોમાં માનદ સેવાની નોંધ લીધેલ હતી. આ તકે સિનિયર મોસ્ટ ફિઝિશિયન ડો.સુરેશભાઈ ગાંધી, રેડ ક્રોસના પ્રેસિડેન્ટ લાખણશીભાઈ ગોરાણીયા, અકબરભાઈ સોરઠીયા, માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયા, તિરુપતિ સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ કોટેચા, વલ્લભભાઈ સહીત અન્ય સામાજિક આગેવાનો હાજર રહેલ તેમજ આ તકે હાજર રહેલ કિરણબહેનના માતા, બહેન-બનેવી, ભાઈ-ભાભી વગેરેને પણ બિરદાવેલ હતા અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તિરુપતિ સેવા ટ્રસ્ટના મિતેશભાઇ ચોલેરા એ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *